Reliance Jioનો 401 રૂપિયાનો દમદાર પ્લાન, દરરોજ 3GB, સાથે ફ્રી ઓફર્સ


જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છો અને તમારે વધારે ઈન્ટરનેટની જરૂર છે તો તમે રિલાયન્સ જીયોનું 401 રૂપિયા વાળું રિચાર્જ કરાવી શકો છો. 


 

Reliance Jioનો 401 રૂપિયાનો દમદાર પ્લાન, દરરોજ 3GB, સાથે ફ્રી ઓફર્સ

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોની સાથે અલગ-અલગ પ્રાઇઝ કેટેગરી અને પોસ્ટપેડ પ્લાન હાજર છે. મુકેશ અંબાણીની નેતૃત્વ વાળી જીયોએ થોડા દિવસ પહેલા ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપીના મફત સબ્સક્રિપ્શન વાળા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા હતા. તેમાં 401 રૂપિયા વાળો પણ પ્લાન સામેલ છે. 401 રૂપિયા વાળા Reliance Jio રિચાર્જ પ્લાનમાં દરરોજ 3 જીબી હાઈ-સ્પીડ ડેટા મળે છે. એટલે કે તમારો દૈનિક ડેટા વપરાશ વધુ છે તો તમે આ પ્લાન લઈ શકો છો. આવો આ પ્લાન વિશે તમને વિસ્તારથી જણાવીએ. 

401 રૂપિયા વાળુ જીયો રિચાર્જ પેક
રિલાયન્સ જીયોના 401 રૂપિયા વાળા રિચાર્જ પેકની વેલિડિટી 28 દિવસ છે. આ પ્લાનમાં 3 જીબી ડેટા દરરોજ મળે છે. આ સિવાય 6 જીબી ડેટા વધારાનો મળે છે. દરરોજ મળનાર ડેટાની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને  64Kbps રહી જાય છે. એટલે કે કુલ મળીને  90GB હાઈ-સ્પીડ ડેટા આ રિચાર્જ પેકમાં ગ્રાહક ઉપયોગ કરી શકે છે. 

Redmi 9 Power ભારતમાં 15 ડિસેમ્બરે લોન્ચ થઈ શકે છે, જાણો વિગત

વાત કરીએ બેનિફિટ્સની તો જીયો-ટૂ-જીયો અનલિમિટેડ જ્યારે નોન-જીયો નેટવર્ક પર કોલિંગ માટે 1000 મિનિટ્સ મળે છે. દરરોજ 100 એસએમએસ પણ ફ્રી મળે છે. જીયોના આ પ્લાનમાં જીયો એપ્સની મેમ્બરશિપ ફ્રી ઓફર કરવામાં આવે છે. જીયોના આ રિચાર્જ પ્લાનમાં કોઈ વધારાના ચાર્જ વગર 399 રૂપિયા વાળું 1 વર્ષની વેલિડિટી સાથે ડિઝ્ની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે. 

આ સિવાય કંપનીની પાસે 999 રૂપિયા અને 349 રૂપિયા વાળા રિચાર્જ પેક પણ છે જે દરરોજ 3 જીબી ડેટા ઓફર કરે છે. આ પેકની વેલિડિટી ક્રમશઃ 84 દિવસ અને 28 દિવસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news