Covid-19: કેસ પોઝિટિવિટી રેટમાં ઘટાડો, એક્ટિવ કેસોની સંખ્યા ઘટી, રિકવરી રેટમાં વધારો... કોરોના વિરુદ્ધ જંગમાં ધીરે-ધીરે ભારત જીત તરફ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની નિયમિત પત્રકાર પરિષદમાં મંગળવારે જણાવ્યું કે, ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સતત સુધાર થઈ રહ્યો છે. મંત્રાલયમાં સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, ભારતમાં 62 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે, જે દુનિયામાં સૌથી વધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની નિયમિત પત્રકાર પરિષદમાં મંગળવારે જણાવ્યું કે, ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સતત સુધાર થઈ રહ્યો છે. મંત્રાલયમાં સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, ભારતમાં 62 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે, જે દુનિયામાં સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે, ટેસ્ટ વધારવા છતાં કેસ પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે, જે ચોક્કસપણે સારો સંકેત છે. આ સિવાય એક્ટિવ કેસ સતત ઘણા દિવસથી 9 લાખ કરતા નીચે છે. હકીકતમાં, ટેસ્ટ વધવા છતાં કેસ પોઝિટિવિટી રેટમાં ઘટાડાને તે રૂપમાં માની શકાય કે સંક્રમણની ગતિ ધીમી પડી ગઈ છે. પોઝિટિવિટી રેટનો મતલબ દર 100 ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓ સાથે છે.
ભારતમાં 87 ટકા દર્દીઓ થઈ ચુક્યા છે સાજા, ડેથ રેટ 1.53 ટકા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં કુલ સંક્રમિતોમાંથી આશરે 87 ટકા સાજા થઈ ગયા છે. એક્ટિવ કેસ માત્ર 11.69 ટકા છે જે હોસ્પિટલમાં છે અથવા હોમ આઇસોલેશનમાં. સ્વાસ્થ્ય મંત્રાલયે તે પણ જણાવ્યું કે, ભારતમાં કોરોનાથી મૃત્યુદર 1.53 ટકા છે.
#COVID19 positivity rate in India is on a constant downward trend - cumulative positivity rate at 8.07%, weekly rate at 6.24% and daily rate at 5.16%: Rajesh Bhushan, Secretary, Union Health Ministry pic.twitter.com/7vgWXSJeiz
— ANI (@ANI) October 13, 2020
આશાનું કિરણઃ ટેસ્ટ વધ્યા બાદ પણ કેસ પોઝિટિવિટી રેટમાં ઘટાડો
ભૂષણે જણાવ્યુ કે, ભારતમાં કેસ પોઝિટિવિટી રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી પોઝિટિવિટી રેટ 8.07 ટકા છે. સાપ્તાહિક આધાર પર તે 6.24 ટકા છે જ્યારે ડેઇલી રેટ 5.16 ટકા છે.
સપ્તાહ દર એવરેજ ડેઇલી પોઝિટિવિટી રેટ છેલ્લા 5 સપ્તાહમાં 8.5 ટકાથી ઘટીને 6.24 ટકા થઈ ગયો છે. જેમ-જેમ ટેસ્ટ વધી રહ્યાં છે, પોઝિટિવિટી પણ ઘટી રહી છે. આપણે દરરોજ સરેરાશ 11 લાખ 36 હજાર ટેસ્ટ કરી રહ્યાં છે પરંતુ આપણી ક્ષમતા 15 લાખ ટેસ્ટની છે. ટેસ્ટ વધ્યા બાદ પોઝિટિવિટી ઘટવી ખુબ મહત્વપૂર્ણ છે. એટલું જ નહીં 14 રાજ્યો એવા છે જ્યાં ટેસ્ટ પ્રતિ 10 લાભ ભારતના ટેસ્ટ દરથી વધુ છે. તેમ છતાં તેની પોઝિટિવિટી નેશનલ પોઝિટિવિટી દરથી ઓછી છે.
The percentage of active cases in the country is 11.69% -out of this 11% are in Kerala, 25% are in Maharashtra and 13% are in Karnataka. We are conducting discussions with these states to figure out a way to curb the #COVID19 cases:Rajesh Bhushan, Secretary, Union Health Ministry https://t.co/LukvUDaXxd
— ANI (@ANI) October 13, 2020
સતત પાંચમાં દિવસે એક્ટિવ કેસ 9 લાખથી ઓછા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કુલ એક્ટિવ કેસ 9 લાખથી ઓછા ચાલી રહ્યાં છે. સતત પાંચમાં દિવસે આ આંકડો 9 લાખથી ઓછો છે. મંગળવારે આ આંકડો 8 લાખ 38 હજાર છે. એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સપ્ટેમ્બરના મધ્યમમાં એક્ટિવ કેસ સતત 10 લાખની નજીક હતા જે હવે ઘટીને 8 લાખ 38 લાખ થઈ ગયા છે. છેલ્લા પાંચ સપ્તાહમાં એવરેજ પ્રતિ દિન નવા કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. 5 સપ્તાહ પહેલા સરેરાશ 92980 કેસ આવી રહ્યાં હતા અને પાછલા સપ્તાહમાં તે ઘટીને 70114 થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે