WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર!, આ ખાસમખાસ સર્વિસ માટે હવે આપવા પડશે પૈસા

ચેટિંગ અને મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) અત્યારે દુનિયાભરમાં ખુબ લોકપ્રિય બની ગયું છે. મોટાભાગના લોકો પોતાના ફોનથી વાતચીત, વીડિયો કોલ અને ચેટિંગ માટે વોટ્સએપ (WhatsApp) નો જ ઉપયોગ કરતા હોય છે. આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર પણ આવી રહ્યા છે. 

WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર!, આ ખાસમખાસ સર્વિસ માટે હવે આપવા પડશે પૈસા

નવી દિલ્હી: ચેટિંગ અને મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) અત્યારે દુનિયાભરમાં ખુબ લોકપ્રિય બની ગયું છે. મોટાભાગના લોકો પોતાના ફોનથી વાતચીત, વીડિયો કોલ અને ચેટિંગ માટે વોટ્સએપ (WhatsApp) નો જ ઉપયોગ કરતા હોય છે. આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર પણ આવી રહ્યા છે. કંપનીએ જાહેર કર્યું છે કે હવે વોટ્સએપ બિઝનેસ (WhatsApp Business ) માટે યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. આ વાતની જાણકારી કંપનીએ પોતાના અધિકૃત બ્લોગથી આપી છે. અત્રે જણાવવાનું કે વોટ્સએપ બિઝનેસના પાંચ કરોડથી વધુ બિઝનેસ યૂઝર્સ છે. 

WhatsApp એ પોતાના બ્લોગ પોસ્ટ દ્વારા આપી જાણકારી
વોટ્સએપએ પાંચ કરોડથી વધુ બિઝનેસ યૂઝર્સ માટે પે-ટુ-મેસેજ ઓપ્શનની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે 'અમે બિઝનેસ ગ્રાહકોને આપવામાં આવી રહેલી કેટલીક સેવાઓને ચાર્જેબલ કરવા જઈ રહ્યા છીએ. જેથી કરીને અમારા બે અબજથી વધુ ગ્રાહકોને વિના મૂલ્યે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ, વીડિયો અને વોઈસ કોલિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા રહીએ.' જો કે વોટ્સએપએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે બિઝનેસ સર્વિસ માટે કેટલો ચાર્જ વસૂલવામાં આવશે. 

નાના વેપારીઓ માટે ખુબ મદદરૂપ છે બિઝનેસ વોટ્સએપ
જાણકારોનું કહેવું છે કે વોટ્સએપે હાલમાં જ નાના વેપારીઓને ધ્યાનમાં રાખીને વોટ્સએપ બિઝનેસ નામની એક અલગ એપ શરૂ કરી છે. આ એપની ખાસિયત એ છે કે તેમાં નાના વેપારીઓ સંલગ્ન અનેક ફીચર્સ છે જે તમને સામાન્ય વોટ્સએપમાં મળતા નથી. વોટ્સએપનું માનવું છે કે આ ફીચરની મદદથી નાના વેપારીઓને પોતાનો બિઝનેસ ઊભો કરવામાં મદદ મળશે. કંપનીએ પોતાના બિઝનેસ યૂઝર્સને આ નવા ફીચર માટે નોટિફિકેશન મોકલવાનું પણ શરૂ કરી દીધુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news