WhatsApp એ લોન્ચ કર્યું કમાલનું ફીચર, આ રીતે કરશે કામ, યૂઝર્સને થશે ફાયદો

Whatsapp Update: Meta એ જણાવ્યું કે આ ફીચર  Instagran ની બ્રોડકાસ્ટ ચેનલ ફીચરની જેમ કામ કરે છે અને તે વન-વે કમ્યુનિકેશનનો વિકલ્પ આપે છે. 

WhatsApp એ લોન્ચ કર્યું કમાલનું ફીચર, આ રીતે કરશે કામ, યૂઝર્સને થશે ફાયદો

નવી દિલ્હીઃ Meta એ ભારત સહિત 150 દેશોમાં WhatsApp પર ચેનલ્સને લોન્ચ કરી દીધે છે. વોટ્સએપ ચેનલ એક પ્રકારનું વન-વે બ્રોડકાસ્ટ ટૂલ છેસ એટલે કે તેના દ્વારા ચેનલનો એડમિન મેસેજ મોકલી શકે છે. આ ફીચરના લોન્ચ થતા ઘણા ફિલ્મી સિતારા અને સેલેબ્સે તેનો ઉપયોગ શરૂ કરી દીધો. આ ફીચર  Instagran ના બ્રોડકાસ્ટ ચેનલની જેમ કામ કરે છે અને વન-વે કમ્યુનિકેશનનો વિકલ્પ આપે છે. 

શું બોલ્યા Mark Zuckerberg
Meta ના મુખ્ય કાર્યકારી અધિકારી (CFO)માર્ક ઝુકરબર્ગે વોટ્સએપ ચેનલ (WhatsApp Channel)ને લોન્ચ કરી છે. તેમણે કહ્યું હું મેટા ન્યૂઝ અને અપડેટ શેર કરવા માટે આ ચેનલ શરૂ કરી રહ્યો છું. દુનિયાબરમાં તમારી સાથે જોડાવા માટે ઉત્સુક છું. મેટા પ્રમાણે ચેનલ્સને લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય એક એવી ખાનગી બ્રોડકાસ્ટ ચેવા ઉપલબ્ધ કરાવે છે, જે ચેનલ્સના એડમિન અને તેના ફોલોઅર્સ- બંનેની નિજતાનો ખ્યાલ રાખે છે. 

કંપનીએ શું આપી જાણકારી?
આ નવા ફીચરની સાથે સેલેબ્સ, ઓર્ગેનાઇઝેશન અને કંપનીઓને તેના ફેન્સ, ફોલોઅર્સ કે પછી કસ્ટમર્સ સાથે જોડાવા માટે સરળ વિકલ્પ મળશે. વોટ્સએપે જણાવ્યું કે આ ચેનલ્સને બ્રોડકાસ્ટિંગ ટૂલની જેમ ઉપયોગ કરી શકાશે, જેમાં માત્ર એડમિન ટેક્સ્ટ, ફોટો, વીડિયો, પોલ મોકલી શકશે. મેટા તરફથી જણાવવામાં આવ્યું કે આગામી કેટલાક સપ્તાહમાં વધુ ફિડબેકના આધાર પર કંપની તેમાં વધુ સુવિધાઓ જોડશે અને ચેનલનો વિસ્તાર કરવાનું જારી રાખશે. 

થોડા દિવસમાં બધા બનાવી શકશે ચેનલ
કંપનીએ કહ્યું કે આવનારા મહિનામાં અમે દરેક માટે ચેનલ બનાવવાનું સંભવ બનાવી દેશું. તમને જણાવી દઈએ કે મેટાએ સૌથી પહેલા વર્ષ 2023માં સિંગાપુર અને કોલંબિયામાં વોટ્સએપ ચેનલ્સને લોન્ચ કરી હતી. ત્યારબાદ તેને મિસ્ત્ર, ચિલી, મલેશિયા, મોરક્કો, યુક્રેન, કન્યા અને પેરૂમાં લોન્ચ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news