કોરોના: અમેરિકાએ સખત દંડ વસૂલવાની આપી ધમકી, ચીને આપ્યો વળતો જવાબ
Trending Photos
બેઇજિંગ: કોરોના વાયરસને કારણે ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. બેઇજિંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સખત દંડ વસૂલાત કરવાની ચીમકીનો જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે અમેરિકન રાજકારણીઓએ સત્યની વારંવાર અવગણના કરી છે અને હવે તે ખોટુ બોલી રહ્યાં છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે અમેરિકાનો એક જ ઉદ્દેશ છે, તેઓ મહામારીને રોકવામાં નિષ્ફળતા માટે અન્યને જવાબદાર ગણાવે છે. તેમણે વધુમાં કહ્યું કે હાલના સમયમાં અમેરિકન નેતાઓએ તેમની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કોરોનાના પ્રસારને નિયંત્રિત કરવા પ્રયત્નો કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે મહામારીમાં ચીનની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે અને અમે તેની પાસેથી નુકસાનની ભરપાઇ કરવા માટે સખત દંડ વસૂલ કરીશું. આ પહેલા પણ ઘણી વખત ટ્રમ્પે ચીન પર નિશાન સાધ્યું હતું. તેમનું એમ પણ કહેવું છે કે વાયરસને વુહાનમાં જ રોકી શકાયો હોત, પરંતુ ચીને તેમાં ગંભીરતા દર્શાવી નથી અને તેના કારણે આખી દુનિયા આ સંકટનો સામનો કરી રહી છે. અમેરિકાના આકરા વલણ બાજ બીજા ઘણા દેશો પણ ચીન પર આક્રમક બન્યા છે. જર્મની, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને રોગચાળા અંગે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે