US સંસદ પર આ અગાઉ પણ થયો હતો Attack!, જાણો કોણે હુમલો કરીને બાળી મૂકી હતી ઈમારત?
અમેરિકામાં લગભગ 200 વર્ષ બાદ ઈતિહાસે પોતાને દોહરાવ્યો છે. ગુરુવારે વોશિંગ્ટનમાં જે રીતે કેપિટલ હિલ પર કબ્જો જમાવવાની કોશિશ કરવામાં આવી.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકા (America) માં લગભગ 200 વર્ષ બાદ ઈતિહાસે પોતાને દોહરાવ્યો છે. ગુરુવારે વોશિંગ્ટનમાં જે રીતે કેપિટલ હિલ પર કબ્જો જમાવવાની કોશિશ કરવામાં આવી, ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના સમર્થકોએ અમેરિકી સંસદમાં ઘૂસણખોરી કરી અને કબ્જાનો પ્રયાસ કર્યો. લગભગ આવો જ એક હુમલો ભૂતકાળમાં આ બિલ્ડિંગ પર અંગ્રેજોએ કર્યો હતો. ત્યારે બ્રિટિશ ઘૂસણખોરોએ વોશિંગ્ટનને બાળી મૂક્યું હતું અને અમેરિકી સંસદને તબાહ કરવાની કોશિશ કરી હતી.
આખરે ક્યારે કર્યો હતો બ્રિટને હુમલો?
અમેરિકા પણ શરૂઆતમાં બ્રિટનને આધીન હતું પરંતુ આઝાદી બાદ જ્યારે અમેરિકા પોતાના પગ પર ખડા થવાનો પ્રયત્ન કરતું હતું ત્યારે 1812માં બ્રિટન સાથે એક યુદ્ધ થયું હતું જેમાં બ્રિટને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો. જે સમયે આ ઘમાસાણ ચાલતું હતું ત્યારે 1814માં એક સમય એવો પણ આવ્યો કે જ્યારે બ્રિટિશ ઘૂસણખોરોએ વોશિંગ્ટનમાં ધમાલ મચાવી અને અમેરિકી સંસદ પર કબ્જો જમાવવાની કોશિશ કરી હતી.
1814માં 24 ઓગસ્ટના રોજ બ્રિટિશ ઘૂસણખોરોએ વોશિંગ્ટન તરફ કૂચ કરી હતી. જ્યારે તેઓ આ જગ્યાએ આવ્યાં ત્યારે સૌથી પહેલી નજર કેપિટલ હિલની આ બિલ્ડિંગ પર ગઈ હતી. જે ત્યારે સૌથી શાનદાર બિલ્ડિંગોમાંથી એક હતી. ત્યારે બ્રિટિશ ઘૂસણખોરોએ અમેરિકી સંસદમાં રહેલા ફર્નિચરમાં આગ લગાવી હતી અને ત્યારબાદ આ આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.
કેપિટલ હિલને આગને હવાલે કર્યા બાદ બ્રિટિનના હુમલાખોરોએ વ્હાઈટ હાઉસ તરફ નજર કરી હતી અને રાષ્ટ્રપતિની ઓફિસ પર હુમલો કર્યો હતો.
હવે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ મચાવ્યો ઉત્પાત
હવે લગભગ 200 વર્ષ બાદ એકવાર ફરીથી અમેરિકી સંસદ પર એટેક થયો છે. પરંતુ આ વખતે કોઈ બહારના ઘૂસણખોરો નહીં પરંતુ અમેરિકાના લોકોએ જ કર્યો. ચૂંટણીમાં હારથી પરેશાન અને દગાબાજીનો આરોપ લગાવનારા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલનો ઘેરાવ કર્યો, અમેરિકી સંસદ પર હુમલો કર્યો. અમેરિકી સંસદમાં ફાયરિંગ થયું, તોડફોડ કરવામાં આવી અને અનેક ઓફિસો પર કબ્જો જમાવવામાં આવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે