સદીની સૌથી મોટી શોધ, મિસરની સ્વરૂપવાન રાણી કિલિયોપેટ્રાનું મમી મળી આવ્યું

મિસરના એલેક્ઝાડ્રિયા શહેરની પાસે તપોસિરિસ મગ્નમાં બે મમી મળ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 2000 વર્ષ પહેલા રાણી કિલિયોપેટ્રા (Cleopatra) ને આત્મહત્યા બાદ અહી દફનાવવામાં આવી હશે. મિસરના મંદિરમાં આ સનસનીખેજ શોધ બાદ પુરતત્વવિદ લાંબા સમયથી કિલિયોપેટ્રાના ગુમ થયેલા મકબરાની શોધની નજીક છે. 
સદીની સૌથી મોટી શોધ, મિસરની સ્વરૂપવાન રાણી કિલિયોપેટ્રાનું મમી મળી આવ્યું

ઝી મીડિયા/બ્યૂરો :મિસરના એલેક્ઝાડ્રિયા શહેરની પાસે તપોસિરિસ મગ્નમાં બે મમી મળ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 2000 વર્ષ પહેલા રાણી કિલિયોપેટ્રા (Cleopatra) ને આત્મહત્યા બાદ અહી દફનાવવામાં આવી હશે. મિસરના મંદિરમાં આ સનસનીખેજ શોધ બાદ પુરતત્વવિદ લાંબા સમયથી કિલિયોપેટ્રાના ગુમ થયેલા મકબરાની શોધની નજીક છે. 

મિસરની અંતિમ રાણી અને દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ કિલિયોપેટ્રા, ઈતિહાસની સૌથી લોકપ્રિય મહિલા શાસક છે. પરંતુ તેના અંતિમ સંસ્કારને લઈને આજે પણ રહસ્ય રહેલું છે. કેટલાક જાણકાર કહે છે કે, દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ રાણી કિલિયોપેટ્રાને એલેક્ઝાંડ્રિયા (Alexendria) માં દફનાવવામાં આવી છે. જ્યાં તે પેદા થઈ હતી અને તેણે રાજ કર્યું હતું. કેટલાક એમ પણ માને છે કે, તેને તપોસિરિસ મગ્ન (Taposiris Magna) માં દફનાવવામાં આવી છે.  

વડોદરામાં કોરોના મહામારી બાદ આત્મહત્યાના કિસ્સા વધ્યા, 51 લોકોએ જીવન ટૂંકાવ્યું 

એલેક્ઝાંડ્રિયાથી 30 કિલોમીટર દૂર એ જ નામના મંદિરની આસપાસનું શહેર, કિલિયોપેટ્રાના સમયે એક બંદર હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર, મંદિરમાં થયેલી નવી શોધ કિલિયોપેટ્રાના ગુમ થયેલ મકબરા (Mausoleum) જ હોવા તરફ ઈશારો કરે છે. જે ડઝનેક પ્રાચીન મમીના દફનાવવાની જગ્યા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, પુરાતત્વવિદો દ્વારા શોધવામાં આવેલ મમીની જોડી તે સમયના મોટા પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જ્યાં આ શક્તિશાળી રાણીનું સામ્રાજ્ય હતું. 

આ શોધને સનસનીખેજ માનવામાં આવી રહી છે. કેમ કે, આ તપોસિરિસમાં નેક્રોપોલિસ કે મૃતકોનાં શહેર ( City of the dead) ના મહત્વને દર્શાવે છે. પાણી લાગવાને કારણે અહીં અનેક મમી ખરાબ થઈ ગઈ છે. પરંતુ સબૂત દર્શાવે છે કે, તેને સોનાના વરખ (Gold Foil) માં લપેટવામાં આવ્યા હશે. આ વાતને સાબિત કરવા માટે પૂરતુ છે કે, તે સમાજના મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યાં હશે. 

સુરત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400ને પાર, 24 કલાકમાં 14 દર્દીના મોત 

મમીના એક્સરે વિશે માલૂમ પડ્યું કે, એક મહિલા અને એક પુરુષનું મમી છે. કહેવાઈ રહ્યું છે કે, આ એ જ પૂજારી કે પાદરીનું છે, જેને રાણીને શાસન કરવામાં મદદ કરી હતી. એક મમીના સોનાના વર્ક પર પુનુજન્મના પ્રતીક ઝિંગુરને બનાવવામાં આવ્યું છે. તપોસિરિસમાં ખોદકામ છેલ્લાં 14 વર્ષથી ચાલી રહ્યું છે અને ડો.કેથલીન માર્ટિનેજના દેખરેખમાં આ કામ ચાલી રહ્યું છે.  

કેથલીન કહે છે કે, નવી શોઝ વિશે તેઓને વિશ્વાસ છે કે, કિલિયોપેટ્રાને મંદિરમાં દફનાવવામાં આવી હશે. એમ પણ સૂચવાયું હશે કે, બે મુખ્ય પૂજારી કે પદરીઓને રાણી સાથે દફનાવવામાં આવ્યાની વાતચીત પણ થઈ હશે. કિલિયોપેટ્રાના મકબરાની શોધ ચાલુ છે. એવુ માનવામાં આવે છે કે, તપોસિરિસમાં અત્યાર સુધી પાંચ ટકા જ ખોદકામ થયું છે. ઉલ્લેખનીય છે કે, કિલિયોપેટ્રા -VII (Cleopatra-VII) 70 કે 69 બીસી (B.C.) માં પેદા થઈ હશે અને તેણએ પોતાના સહ-રાજ્ય સંરક્ષકના રૂપમાં અંદાજે 30 વર્ષ સુધી રાજ કર્યું હશે. તેણે રોમના શાસક જુલિયસ સીઝર (Julius Caesar)સાથે લગ્ન કર્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news