WHOએ પ્રથમવાર ખાવા-પીવાને લઈને જાહેર કરી ગાઇડલાઇન, જાણો શું કરવું-શું નહીં

WHO તરફથી ફૂડ સેફ્ટીને લઈને કેટલિક ટિપ્સ આપવામાં આવી છે. સાથે તે પણ જણાવવામાં આવ્યું છે કે આ કેમ જરૂરી છે. આવો જાણીએ ખાવાને સુરક્ષિત રાખવા માટે કઈ 5 રીતનો ઉપયોગ કરી શકાય છે. 

 WHOએ પ્રથમવાર ખાવા-પીવાને લઈને જાહેર કરી ગાઇડલાઇન, જાણો શું કરવું-શું નહીં

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ઘણી ગાઇડલાઇન જારી કરવામાં આવી ચુકી છે. સફાઇ અને સુરક્ષાને લઈને ઘણા પ્રકારના દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ક્રમમાં WHO તરફથી ફૂડ સેફ્ટીને લઈને કેટલિક ટિપ્સ આપવામાં આવી છે. સાથે તે પણ જણાવવામાં આવ્યું છે કે આ કેમ જરૂરી છે. આવો જાણીએ ખાવાને સુરક્ષિત રાખવા માટે કઈ 5 રીતનો ઉપયોગ કરી શકાય છે. 

સફાઈનું વિશેષ ધ્યાન રાખો
ભોજન બનાવવા કે કોઈ ખાદ્ય સામગ્રિને અડતા પહેલા હાથને સારી રીતે સાફ કરો. ટોયલેટ બાદ પણ હાથને સાફ કરો. જમવાનું બનાવવા માટે ઉપયોગ થતી તમામ વસ્તુને સાફ કરો અને સેનેટાઇઝ કરી લો. કિચનને કોઈપણ પ્રકારના જીવજંતુથી દૂર રાખો. 

કેમ આ જરૂરી છે?
મોટાભાગના સૂક્ષ્મજીવ બીમારીનું કારણ હોતા નથી પરંતુ ગંદી જગ્યા, પાણી અને જાનવરોમાં ખતરનાક સૂક્ષમજીવ વ્યાપલ રૂપમાં જોવા મળે છે. આ સૂક્ષ્મજીવ વાસણ સાફ કરવા, કિચનના અન્ય કપડા અને કટિંગ બોર્ડમાં સરળતાથી આવી શકે છે જે હાથ દ્વારા ભોજનમાં પહોંચી શકે છે. તેનાથી ઘણા પ્રકારના ખાદ્ય જનિત રોગ થઈ શકે છે. 

પાકિસ્તાને 'લદ્દાખ'ના હવામાનની સ્થિતિ બતાવવામાં કરી ભારે ભૂલ, લોકો ઉડાવી રહ્યા છે મજાક

કાચું-પાકું ભોજન અલગ રાખો
કાચું મીટ, ચિકન યા સી ફૂડ્સને અન્ય ખાદ્ય પદાર્થોથી દૂર રાખો. કાચા ભોજન માટે સામગ્રી અને વાસણને અલગ રાખો. કાચા ભોજનમાં ઉપયોગ થનારા કટિંગ બોર્ડ્સ અને ચાકૂનો ઉપયોગ બીજા ભોજન બનાવવામાં ન કરો. કાચા અને પાકા ભોજન વચ્ચે અંતર રાખવા તેને કોઈ વાસણમાં રાખો. 

શા માટે જરૂરી?
કાચું ભોજન, વિશેષ કરીને માંસ, પોલ્ટ્રી, સી ફૂડ્સ અને તેના જૂસમાં ખતરનાક સૂક્ષમજીવ હોય છે. ભોજન બનાવતા સમયે તે એકબીજામાં જઈ શકે છે. તેથી તેને અલગ રાખવા જરૂરી છે. 

ભોજનને સારી રીતે પકાવો
ભોજન સારી રીતે પકાવો, ખાસ કરીને મીટ, ઇંડા, પોલ્ટ્રી અને સી ફૂડ્સ. તેને 70 ડિગ્રી તાપમાન પર ધીમે-ધીમે ઉકાળીને પકાવો. તેનું સૂપ બનાવતા સમયે ધ્યાન રાખો કે તેમાં ગુલાબી કલર જોવા ન મળે. તે પાક્યા બાદ ચોખુ દેખાવું જોઈએ. તાપમાન ચેક કરવા માટે તમે થર્મોમીટરનો ઉપયોગ કરી શકો છો. પાકેલું ભોજન જમતા પહેલા એકવાર ગરમ કરો.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજારથી વધુ કેસ નોંધાયા, કુલ સંક્રમિતોનો આંકડો 67 હજારને પાર

શા માટે જરૂરી છે?
સારી રીતે ભોજન ગરમ કરવાથી કીટાણુ નાશ પામે છે. એક અભ્યાસથી ખ્યાલ આવે છે કે 70 ડિગ્રી પર પાકેલુ ભોજન સુરક્ષિત હોય છે. જમવાનું બનાવવામાં જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે તે છે કીમા, મીટ અને પોલ્ટ્રી.

ભોજનને સુરક્ષિત તાપમાનમાં રાખો
રૂમના તાપમાન પર પાકેલા ભોજનને 2 કલાક કરતા વધુ ન રાખો. પકાવેલ ભોજનને યોગ્યા તાપમાનમાં ફ્રીઝમાં રાખો. ભોજન પિરસતા પહેલા તેને 60 ડિગ્રી તાપમાનમાં ગરમ કરો. ભોજન ફ્રીમાં પણ લાંબો સમય ન રાખો.

શા માટે જરૂરી?
રૂમના તાપમાન પર રાખવાથી સૂક્ષ્મજીવો ઝડપથી વધે છે. 5 ડિગ્રીથી ઓછા અને 60 ડિગ્રીથી વધુ તાપમાનમાં આ સૂક્ષમજીવો ઉદ્ભવતા બંધ થઈ જાય છે. 

સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો
પીવા અને ભોજન બનાવવામાં સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. બની શકો તો પાણી પીતા પહેલાં ગરમ કરો. શાક અને ફળને ધોવો. તાજા અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થો લો. સુરક્ષાની દ્રષ્ટિએ પાશ્ચરાઇઝ્ડ દૂધ સારૂ હોય છે. એક્સપાયરી ડેટથી આગળ ભોજનનો ઉપયોગ ન કરો.

શું કામ આ જરૂરી છે?
કાચી સામગ્રી ત્યાં સુધી કે પાણી અને બરફમાં ઘણીવાર ખતરનાક બેક્ટેરિયા મળી આવે છે. જે પાણીને ઝેરી બનાવી દે છે. કાચા ખાદ્ય પદાર્થોની ખરીદી સારી રીતે કરો અને તેને સાફ કરીને કાપો. તેથી તેમાં કિટાણુનો નાશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news