છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજારથી વધુ કેસ નોંધાયા, કુલ સંક્રમિતોનો આંકડો 67 હજારને પાર

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા અપડેટ પ્રમાણે, કુલ કન્ફર્મ કેસોની સંખ્યા 67 હજાર 152 થઈ ગઈ છે. જેમાં 2206 લોકોના મૃત્યુ થાયા છે, તો 20 હજાર 917 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. 
 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજારથી વધુ કેસ નોંધાયા, કુલ સંક્રમિતોનો આંકડો 67 હજારને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 67 હજારને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ મામલા સામે આવ્યા છે અને આશરે 100 લોકોના મોત થયા છે. તાજા અપડેટ પ્રમાણે કુલ કન્ફર્મ કેસની સંખ્યા 67 હજાર 152 થઈ ગઈ છે, જેમાંથી 2062 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. જ્યારે 20 હજાર 917 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા 44 હજાર 29 છે. 

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. અહીં અત્યાર સુધી 22 હજાર 171 મામલા સામે આવી ચુક્યા છે, જેમાંથી 832 લોકોના મૃત્યુ થયા છે, તો 4199 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે. અહીં અત્યાર સુધી 8 હજાર 194 કેસ સામે આવ્યા છે, જેમાં 493 લોકોના મૃત્યુ થયા છે. 

ત્રીજા નંબર પર તમિલનાડુ આવી ગયું છે. અહીં અત્યાર સુધી 7204 કેસોની પૃષ્ટિ થઈ છે, જ્યારે 47 લોકોના મૃત્યુ થયા છે. તો દિલ્હીમાં કોરોના દર્દીઓનો આંકડો 7 હજાર નજીક પહોંચી ગયો છે. અહીં અત્યાર સુધી 6923 કેસ નોંધાયા છે તો 73 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ રાજસ્થાનમાં અત્યાર સુધી 3814 કેસ સામે આવ્યા છે. ત્યાં 107 લોકોના મૃત્યુ થયા છે. 

મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 3614 કેસ સામે આવ્યા તો 215 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી છે. અહીં દર્દીઓની સંખ્યા 3467 થઈ ગઈ છે, જેમાં 74 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

અમદાવાદમાં કોરોનાના વધતા આંકડા પર વાગી બ્રેક પણ...આ બાબતે ઉપજાવી મોટી ચિંતા 

આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધી 1980 કેસ (45 મોત), અંડમાન નિકોબારમાં 33 કેસ, અરૂણાચલ પ્રદેશમાં એક કેસ, આસામમાં 63 (2 મોત), બિહારમાં 696 કેસ (6ના મોત), ચંડીગઢમાં 169 કેસ, છત્તીસગઢમાં 59 કેસ, ગોવામાં 7, હરિયાણામાં 703 કેસ (10 મોત) અને હિમાચલ પ્રદેશમાં 55 કેસ (2) મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news