કોરોના સંકટ બાદ ચીનની અર્થવ્યવસ્થાને ઝટકો, 44 વર્ષ બાદ જીડીપીમાં આવ્યો મોટો ઘટાડો
એનબીએસના આંકડા પ્રમાણે આ ક્વાર્ટરના પ્રથમ બે મહિનામાં 20.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
Trending Photos
બેઇજિંગઃ ચીન (China)ના જીડીપી (Gross Domestic Product)માં 1976ની વિનાશકારી સાંસ્કૃતિક ક્રાંતિ બાદથી અત્યાર સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટરમાં તે 6.8 ટકા ઘટી ગઈ છે. આ દરમિયાન કોરોના વાયરસ મહામારીનો મુકાબલો કરવા માટે ભરવામાં આવેલા અવિશ્વસનીય ઉપાયોને કારણે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા થોભી ગઈ છે.
ચીનના રાષ્ટ્રીય સ્ટેટેસિકલ વિભાગ (એનબીએસ)એ શુક્રવારે કહ્યું કે, 2020ના પ્રથમ ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ)માં ચીનની જીડીપી 20,650 અબજ યુઆન (લગભગ 2910 અબજ ડોલર) રહી, જે પાછલા વર્ષના આ સમયગાળાના મુકાબલે 6.8 ટકાનો ઘટાડો દર્શાવે છે.
એનબીએસના આંકડા પ્રમાણે આ ક્વાર્ટરના પ્રથમ બે મહિનામાં 20.5 ટકા ઘટાડો થયો છે. આ પ્રકારે ત્રીજા મહિનામાં થોડો સુધાર થયો છે.
કોરોના વાયરસઃ અમેરિકા માટે સૌથી ખરાબ દિવસ, એક દિવસમાં રેકોર્ડ 2500થી વધુ મોત
ચીનની અર્થવ્યવસ્થામાં 2019માં 6.1 ટકાનો વધારો નોંધાયો હતો. અમેરિકાને કારણે વ્યાપાર યુદ્ધને કારણે આ વૃદ્ધિ છેલ્લા 29 વર્ષમાં આ વધારો સૌથી ઓછો હતો પરંતુ છ ટકાના મનોવૈજ્ઞાનિક સ્તરથી ઉપર રહી હતી.
પાછલા વર્ષે ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં સામે આવેલા કોરોના વાયરસે ચીન અને વિશ્વને સંપૂર્ણ રીતે પ્રભાવિત કર્યું છે અને હાલના આંકડાથી સ્પષ્ટ છે કે તેના કારણે ચીનની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે, જે પહેલાથી જ મંદીમાં ચાલી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે