કોરોના વાયરસઃ અમેરિકા માટે સૌથી ખરાબ દિવસ, એક દિવસમાં રેકોર્ડ 2500થી વધુ મોત

યુનિવર્સિટી ઓફ વોશિંગટનના મોડલ પ્રમાણે ઓગસ્ટના શરૂઆતી મહિના સુધી અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 68,800 પહોંચી શકે છે. આ મોડલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે અમેરિકા કુલ સંભવિત મોતના અડધા સુધી પહોંચ્યું નથી. 

Updated By: Apr 17, 2020, 09:10 AM IST
કોરોના વાયરસઃ અમેરિકા માટે સૌથી ખરાબ દિવસ, એક દિવસમાં રેકોર્ડ 2500થી વધુ મોત

વોશિંગટનઃ કોરોના મહાસંકટથી બેહાલ અમેરિકામાં ગુરૂવારે એક દિવસમાં 2500 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વમાં કોરોના વાયરસથી આ એક દિવસમાં સૌથી વધુ લોકોના મૃત્યુનો રેકોર્ડ છે. આ સાથે મૃત્યુઆંક 33,500 પહોંચી ગયો છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસે અનુમાન લગાવ્યું હતું કે, સોમવાર સૌથી ખરાબ દિવસ હશે અને 2150 મોત થશે. 

આ વચ્ચે અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. આ મહામારીથી 30550 વધુ લોકો સંક્રમિત થયા છે જેથી પીડિતોની કુલ સંખ્યા વધીને  6,58,962 થઈ ગઈ છે. નિષ્ણાંતોનું માનવું છે કે ભલે નવા મામલામાં ઘટાડો થયો હોય કે હોસ્પિટલમાં દાખલ ખનારાની સંખ્યા ઓછી થઈ જાય, આવનારા  દિવસોમાં મોતનો આ સિલસિલો યથાવત રહી શકે છે. તેમણે કહ્યું કે, તેનું કારણ છે કે મોટી સંખ્યામાં દર્દી પહેલાથી જ હોસ્પિટલમાં દાખલ છે અને તેમાંથી ઘણા લોકોના મોત થઈ શકે છે. 

યુનિવર્સિટી ઓફ વોશિંગટનના મોડલ પ્રમાણે ઓગસ્ટના શરૂઆતી મહિના સુધી અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 68,800 પહોંચી શકે છે. આ મોડલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે અમેરિકા કુલ સંભવિત મોતના અડધા સુધી પહોંચ્યું નથી. અમેરિકાનું ન્યૂયોર્ક શહેર હજુ પણ કોરોના વાયરસનું ગઢ બનેલું છે. પરંતુ  મોતોના આંકડામાં ઘટાડો થયો છે. ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 606 લોકોના મોત થયા છે. તેનાથી શહેરમાં મૃત્યુઆંક 12100 પહોંચી ગયો છે. 

કોરોના વાયરસ સામે લડાઈમાં ભારતને મળ્યો અમેરિકાનો સાથ, કરી 5.9 મિલિયન ડોલરની મદદ  

ટ્રમ્પની અર્થવ્યવસ્થાને ફરી ખોલવાની જાહેરાત
આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તબક્કાવાર દેશની અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. સાથે ગવર્નરોને તે અદિકાર આપવા જઈ રહ્યાં છે કે તે પોતાના રાજ્યોમાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનો નિર્ણય કરે. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે દેશમાં કોરોના વાયરસનો સૌથી ખરાબ સમય પસાર થઈ ચુક્યો છે. 

તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તે સ્પષ્ટ થઈ ચુક્યું છે કે આપણી આક્રમક રણનીતિ કામ કરી રહી છે. લડાઈ ચાલું છે પરંતુ ડેટા જણાવે છે કે રાષ્ટ્રીય સ્તર પર આપણે કોરોનાના નવા મામલા પ્રમાણે પીક (સૌથી વધુ નંબર કે શીખર)ને પાર કરી ચુક્યા છીએ. હકીકતમાં તેમનો દાવો હતો કે હવે કોરોનાના મામલા ઘટતા જશે. અમેરિકા બાદ કોરોનાએ ઇટાલીમાં સૌથી વધુ જીવ લીધા છે. અહીં મહામારીને કારણે 21645 લોકોના મોત થયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube