કોરોનાને કારણે 13 કરોડથી વધુ લોકો ભૂખમરોના શિકાર, UNએ આપી ચેતવણી

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)ના એક રિપોર્ટ અનુસાર કોરોના મહામારી (coronavirus)ના કારણે દુનિયાભરમાં ખાધ્ય સુરક્ષા જોખમમાં મૂકવાની છે. 2020ના અંત સુધીમાં કોવિડ -19 (COVID-19) મહામારીને કારણે 132 મિલિયન લોકો ભૂખમરોના શિકાર થઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ 2030 સુધીમાં 'શૂન્ય ભૂખ'નું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, એટલે કે, વિશ્વનો કોઈ માણસ 2030ના અંત સુધી ભૂખ્યો રહેશે નહીં.
કોરોનાને કારણે 13 કરોડથી વધુ લોકો ભૂખમરોના શિકાર, UNએ આપી ચેતવણી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)ના એક રિપોર્ટ અનુસાર કોરોના મહામારી (coronavirus)ના કારણે દુનિયાભરમાં ખાધ્ય સુરક્ષા જોખમમાં મૂકવાની છે. 2020ના અંત સુધીમાં કોવિડ -19 (COVID-19) મહામારીને કારણે 132 મિલિયન લોકો ભૂખમરોના શિકાર થઇ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ 2030 સુધીમાં 'શૂન્ય ભૂખ'નું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, એટલે કે, વિશ્વનો કોઈ માણસ 2030ના અંત સુધી ભૂખ્યો રહેશે નહીં.

યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે, કોવિડ-19ના કારણે હવે ગરીબોની સ્થિતિ વધુ ખરાબ થવાની છે. પરંતુ અમે આ થવા દેઇશું નહીં.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટ ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ ઇન 2020', જે એફએઓ, યુનિસેફ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવા ઘણા સંગઠનોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. તેના અનુસાર વર્ષ 2019 સુધીમાં વિશ્વભરમાં 690 મિલિયન કુપોષિત લોકો હતા. આ આંકડા 2018ના આંકડા કરતા 10 કરોડ વધુ હતા અને છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત લોકોની વસ્તી વધીને 6 કરોડ થઈ છે.

એવા કોરોના મહામારી તેમના માટે હજી વધુ ભયાનક દિવસ લાવશે, કોરોનાને લીધે આ વર્ષના અંત સુધીમાં 83થી 132 મિલિયન લોકો વધુ કુપોષિત લોકોમાં જોડાશે. આ અહેવાલ મુજબ, 2030 સુધીમાં, કુપોષિતોની સંખ્યા વધીને 840 મિલિયન થઈ જશે. સ્વાભાવિક છે કે, તેમાંના મોટાભાગના લોકો ભૂખમરાનો ભોગ બનશે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે 2008-09ની મંદીથી ભૂખમરો વધ્યો હતો, કુપોષિત લોકોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો હતો. આ અહેવાલ મુજબ, 2019માં લગભગ 2 અબજ લોકો એવા હતા, જેમને ગુણવત્તાયુક્ત ખોરાક ન ખાવા મળ્યું.

બાળકોમાં પૌષ્ટિક આહારની અછતને કારણે થતી તમામ વિકારો અંગેના વિશ્વ ડેટાને આ અહેવાલમાં સમાવવામાં આવ્યો છે, કેવી રીતે દુનિયામાં 21.3 ટકા અથવા 144 મિલિયન બાળકો અવિકસિત છે, જ્યારે 5.6 ટકા અથવા 38.3 મિલિયન વધારે વજનવાળા છે. તે જ સમયે 340 મિલિયન બાળકો સુક્ષ્મ પોષકતત્ત્વોની અછતથી પીડાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news