ભારત પ્રવાસ પહેલા જ 'બાહુબલી' બન્યા ટ્રમ્પ, ટ્વીટ કર્યો આ જબરદસ્ત VIDEO 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  પોતાના ભારત પ્રવાસ પહેલા જાત જાતની ટ્વીટથી રોમાંચ પેદા કરી રહ્યાં છે. પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ સંબંધિત ટ્વીટ કરી તો હવે બાહુબલીના મીમ શેર કરી રહ્યાં છે.

Updated By: Feb 23, 2020, 09:11 AM IST
ભારત પ્રવાસ પહેલા જ 'બાહુબલી' બન્યા ટ્રમ્પ, ટ્વીટ કર્યો આ જબરદસ્ત VIDEO 

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  પોતાના ભારત પ્રવાસ પહેલા જાત જાતની ટ્વીટથી રોમાંચ પેદા કરી રહ્યાં છે. પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ સંબંધિત ટ્વીટ કરી તો હવે બાહુબલીના મીમ શેર કરી રહ્યાં છે. ભારત માટે રવાના થયાની થોડી પળો પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ એક વીડિયો શેર કર્યો. આ એક મીમ છે જેમાં તેઓ બાહુબલી અવતારમાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયોની સાથે તેમણે લખ્યું કે ભારતમાં મારા સૌથી સારા મિત્રોને મળવા માટે હું ઉત્સુક છું. 

અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ પોતાના બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યાં છે. ટ્રમ્પે એક અનવેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ Solના એક વીડિયોને રીટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં દક્ષિણ ભારતના અભિનેતા પ્રભાસની ફિલ્મ બાહુબલીના કેટલાક દ્રશ્યો છે. 

જુઓ LIVE TV

ટ્રમ્પને આ વીડિયોમાં બાહુબલી તરીકે દર્શાવવામાં આવ્યાં છે. તેમની સાથે વીડિયોમાં ઈવાંકા, મેલાનિયા, અને ટ્રમ્પના જમાઈ પણ છે. આ અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બોલિવૂડ ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ના પણ વખાણ કરી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube