આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ઈઝરાયેલમાં સેંકડો લોકોએ કર્યો યોગ અભ્યાસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઈઝરાયેલના શહેર તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકોએ વિભિન્ન આસનો કર્યાં.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ઈઝરાયેલમાં સેંકડો લોકોએ કર્યો યોગ અભ્યાસ

તેલ અવીવ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઈઝરાયેલના શહેર તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકોએ વિભિન્ન આસનો કર્યાં. ઈઝરાયેલમાં ભારતના રાજદૂત પવન કપૂરે આ દરમિયાન સરકારને તેને વાર્ષિક કાર્યક્રમ બનાવવાની અપીલ પણ કરી. 

દરેક વર્ગના લોકોએ આ સમારોહમાં ભાગ લીધો. કપૂરે લોકોને કહ્યું કે મને એ જોઈને નવાઈ લાગે છે કે યોગ ઈઝરાયેલમાં આટલું લોકપ્રિય છે. અનેક યોગ શિક્ષક અહીં છે. અલગ અલગ પ્રકારના યોગ  થાય છે અને શિખવાડવામાં આવે છે. સ્કૂલ જતા પહેલાથી લઈને વર્કિંગ સ્થળ પર કરાતા યોગ સુધી. 

જુઓ LIVE TV

નગર પાલિકા અને ખેલ તથા સંસ્કૃતિ મંત્રાલયની સાથે મળીને ભારતીય દૂતાવાસે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાય છે. 

કપૂરે કહ્યું કે શરીર, મસ્તિષ્ક અને મનને યોગથી થનારા ફાયદા અંગે તમે બધા જાણો છો. મને લાગે છે કે જે પ્રકારની લોકપ્રિયતા અહીં આ કાર્યક્રમને મળી રહી છે તેને જોતા સંસ્કૃતિ મંત્રાલય અને નગરપાલિકા તેના વાર્ષિક કાર્યક્રમ બનાવવા પર વિચાર કરી શકે છે. 

કપૂરે અહીં ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર ખોલવા અંગેની જાણકારી પણ આપી. જ્યાં લોકો યોગ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુલાઈ 2017ના ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન તેની જાહેરાત થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news