સાઉદી અરબે પાકને આપ્યો મોટો ઝટકો, વસૂલ કરી 1 બિલિયન ડોલરની રકમ
સાઉદી અરબે પાકિસ્તાન પાસે એક બિલિયન અમેરિકી ડોલર વસૂલ કર્યાં છે, જે દોઢ વર્ષ પહેલા પાકિસ્તાનને દેવાના રૂપમાં આપ્યા હતા. પાકિસ્તાન ઉપર સાઉદી અરબનું આશરે ત્રણ બિલિયન ડોલરનું દેવું હતું જે હવે તે પાકિસ્તાન પાસેથી વસૂલ કરી રહ્યું છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન (Pakistan) નાપાક હરકતથી પરેશાન સાઉદી અરબે મોટુ પગલું ભર્યું છે. આ હેઠળ સાઉદી અરબે પાકિસ્તાન પાસે એક બિલિયન અમેરિકી ડોલર વસૂલ કર્યાં છે, જે દોઢ વર્ષ પહેલા પાકિસ્તાનને દેવાના રૂપમાં આપ્યા હતા. પાકિસ્તાન ઉપર સાઉદી અરબનું આશરે ત્રણ બિલિયન ડોલરનું દેવું હતું જે હવે તે પાકિસ્તાન પાસેથી વસૂલ કરી રહ્યું છે.
સાઉદી અરબ તરફથી ભરવામાં આવેલું આ પગલું તે વાત તરફ ઇશારો કરે છે કે પાકિસ્તાન ઝડપથી મુસ્લિમ દેશોનો વિશ્વાસ ગુમાવી રહ્યું છે.
આ કારણે સાઉદી અરબે પોતાની લોનની રકમ વસૂલ કરવાની શરૂ કરી દીધી છે, જે તેણે પાકિસ્તાનને આપી હતી. જ્યારે પાકિસ્તાનને વિદેશી દેવું ચુકવવા માટે નાણાની ખાસ જરૂર હતી.
પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને આ વિશે સમાચાર છાપ્યા છે કે હવે સાઉદી અરબ પાકિસ્તાનની મદદ કરવામાં પોતાના હાથ પાછળ ખેંચી રહ્યું છે. સાઉદી અરબ તરફથી આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે, જ્યારે પાકિસ્તાન ઇસ્લામિક દેશોના સમૂહ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન (Organization Of Islamic Cooperation)માં ભારત વિરુદ્ધ મોરચામાં લાગેલું છે. પાકિસ્તાન છેલ્લા એક વર્ષથી ઓઆઈસીમાં ભારત વિરુદ્ધ જમ્મૂ-કાશ્મીર રાજ્યમાંથી આર્ટિકલ 370 હટાવવા વિરુદ્ધ સમર્થન માગી રહ્યું છે, પરંતુ તેને અહીં જોરદાર ઝટકો લાગ્યો છે અને કોઈપણ દેશ પાકિસ્તાનની મદદ કરી રહ્યો નથી.
કલરફૂલ ડ્રેસ પહેરીને સંસદ પહોંચી 28 વર્ષની સાંસદ, થવા લાગી સેક્સિઝમ પર ડિબેટ
પાકિસ્તાની અખબાર ડોનમાં પાકિસ્તાની રાજદ્વારીઓના સૂત્રના હવાલાથી છપાયેલા લેખમાં લખવામાં આવ્યું છે કે, સાઉદી અરબે પાકિસ્તાનની તે વિનંતીને નકારી દીધી, જેમાં કાશ્મીર મુદ્દાને આઈઓસીમાં ઉઠાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનને આઈઓસીમાં સમર્થન ન મળ્યા બાદ 22 મેએ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યુ હતુ કે, ઇસ્લામિક દેશો એક નથી. ત્યાં સુધી કે આઈઓસીમાં કાશ્મીરનો મુદ્દો પણ ન ઉઠાવી શક્યા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે