'આ' ખાસ કામ પતાવવા માટે ભારતમાં ચૂંટણી પૂરી થાય તેની રાહ જુએ છે પાકિસ્તાન!

ભારતમાં નવી સરકાર બન્યા બાદ આ સરકાર સાથે પાકિસ્તાન જે પહેલું કામ પાર પાડવા માંગે છે તે છે કરતારપુર કોરિડોરનું કામ.

'આ' ખાસ કામ પતાવવા માટે ભારતમાં ચૂંટણી પૂરી થાય તેની રાહ જુએ છે પાકિસ્તાન!

ઈસ્લામાબાદ: ભારતમાં નવી સરકાર બન્યા બાદ આ સરકાર સાથે પાકિસ્તાન જે પહેલું કામ પાર પાડવા માંગે છે તે છે કરતારપુર કોરિડોરનું કામ. નવી સરકાર આવ્યાં બાદ પાકિસ્તાન કરતારપુર કોરિડોર સંધિને અંતિમ સ્વરૂપ આપવા માટે બંને દેશો વચ્ચે વાતચીત બહાલ કરવાના પક્ષમાં છે. પાકિસ્તાની મીડિયામાં આ આશયના અહેવાલો પ્રકાશિત થયા છે. 

કરતારપુર કોરિડોર પાકિસ્તાનના નરોવાલ સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબને પંજાબના ગુરુદાસપુર સ્થિત ડેરાબાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે. કોરિડોર બન્યા બાદ ભારતીય સિખોને વગર વિઝાએ પાકિસ્તાન સ્થિત પોતાના પવિત્ર ગુરુદ્વારા સુધી જવાની મંજૂરી મળશે. 

એક્સપ્રેસ ટ્રિબ્યુને સરકારી સૂત્રોને ટાંકીને રવિવારે પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં નવી સરકાર આવ્યાં બાદ પાકિસ્તાન કરતારપુર કોરિડોર પર ફરીથી વાતચીત શરૂ થવાને લઈને આશાવાદી છે. 

નોંધનીય છે કે ભારતમાં લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં 11મી એપ્રિલથી શરૂ થઈ છે. આ ચૂંટણી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. 19મી મેના રોજ છેલ્લા તબક્કાનું મતદાન છે અને 23મી મેના રોજ પરિણામો જાહેર થનારા છે. 

ઓળખ ગુપ્ત રાખવાની ભલામણ સાથે પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું કે તેમના દેશ તરફથી કોઈ વાર કરવામાં આવી રહી નથી. "હાલ ભારત આ મામલે આગળ વધવા માંગતુ નથી." 

જુઓ LIVE TV

જો કે અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનને વિશ્વાસ છે કે ચૂંટણી બાદ ભારત ફરીથી વાતચીત શરૂ કરશે. બંને દેશો વચ્ચે કરતારપુરને લઈને 16 એપ્રિલે વાતચીત થઈ હતી. 

ભારતીય ટીમ એપ્રિલમાં પાકિસ્તાન જવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ  ભારતે બેઠકમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું. જેનું કારણ સિખ શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાન તરફથી બનાવવામાં આવેલી સમિતિને લઈને પેદા થયેલી ચિંતા હતી. 

કરતારપુર કોરિડોર પર પાકિસ્તાન તરફથી નવી નિમાયેલી દસ સભ્યોની "પાકિસ્તાન સિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (પીએસજીપીસી)"માં અનેક ખાલિસ્તાની ભાગલાવાદીઓની હાજરીને લઈને ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news