નશામાં ધૂત કપલ બીચ પર જ બનાવવા લાગ્યું શારીરિક સંબંધ, પછી જે હાલત થઈ...

થાઈલેન્ડમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક કપલને જાહેરમાં બીચ (Pattaya Beach) પર ખુલ્લેઆમ શારીરિક સંબંધ (Sex)  બનાવવા બદલ પકડવામાં આવ્યાં અને ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

Updated By: Jan 7, 2020, 10:37 AM IST
નશામાં ધૂત કપલ બીચ પર જ બનાવવા લાગ્યું શારીરિક સંબંધ, પછી જે હાલત થઈ...

થાઈલેન્ડમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક કપલને જાહેરમાં બીચ (Pattaya Beach) પર ખુલ્લેઆમ શારીરિક સંબંધ (Sex)  બનાવવા બદલ પકડવામાં આવ્યાં અને ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

પાકિસ્તાની સેનેટરે પોર્નસ્ટારનો PHOTO શેર કરતા હોબાળો મચ્યો, જાણો શું છે મામલો 

આ મામલો ગત 4 જાન્યુઆરીના રોજ પટ્ટાયા બીચ (Pattaya Beach) નો છે. સમાચાર વેબસાઈટ ટુડે ઓનલાઈનને ટુરિસ્ટ પોલીસે જણાવ્યું કે તેમણે 26 વર્ષના રોમન ગ્રિગોરેન્કો અને તેની સાથે 19 વર્ષની ડેરિયા વિનોગ્રાદોવાને શનિવારે બપોરે લગભગ 3.30 વાગે સમુદ્ર તટ પર શારીરિક સંબંધ બનાવતા જોયા. ત્યારબાદ બંનેની ધરપકડ કરવામાં આવી. બંને રશિયાના રહીશ છે અને થાઈલેન્ડમાં રજાઓ ગાળી રહ્યાં હતાં. 

આ VIDEO પણ ખાસ જુઓ...

પોલીસે કહ્યું કે ધરપકડ કરાયેલા કપલને પટ્ટાયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં. તેમના પર સાર્વજનિક રીતે શર્મનાક અને અશ્લીલ હરકત કરવાનો મામલો નોંધવામાં આવ્યો. બંને પર લગભગ 12-12 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આ ઉપરાંત માફી પણ મંગાવવામાં આવી. પોલીસે કહ્યું કે બંનેએ દારૂ પીધેલો હતો. કપલે પોલીસને જણાવ્યું કે બીચ પર વોક કરવા દરમિયાન તેમણે આસપાસ કોઈને જોયા નહીં અને શારીરિક સંબંધ બનાવવા લાગ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube