ઊડતા વિમાનમાં ફસાઈ ગયા પક્ષી અને પછી પાઈલટે જે કર્યું તે જાણીને અચરજ પામશો...
રશિયામાં એક પાઈલટ વિમાન લઈને જઈ રહ્યો હતો ત્યારે આકાશમાં તેના વિમાન સાથે કેટલાક પક્ષીઓ અથડાઈ જતાં વિમાનને સંતુલન ગુમાવી દીધું અને 226 મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો
Trending Photos
મોસ્કોઃ રશિયામાં એક પાઈલટ વિમાન લઈને જઈ રહ્યો હતો ત્યારે આકાશમાં તેના વિમાન સાથે કેટલાક પક્ષીઓ અથડાઈ જતાં વિમાનને સંતુલન ગુમાવી દીધું અને 226 મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો. જોકે, રશિયાના પાઈલટે અત્યંત હિંમત દાખવીને વિમાનને મોસ્કો વિમાન મથકની બાજુમાં આવેલા મકાઈના ખેતરમાં જ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી દીધું અને તમામ મુસાફરોનો જીવ બચાવી લીધો હતો. ગુરૂવારે સર્જાયેલી આ ઘટનામાં 55 લોકો ઘાયલ થયા હતા. ઘાયલમાં 17 બાળકોનો સમાવેશ થાય છે.
સ્પુતનિક સમાચાર એજન્સીના અનુસાર સિમ્ફરોપોલ જતી યુરાલ એરલાઈન્સી U6178 ફ્લાઈટને મોસ્કોના જુકોવસ્કી એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાનમાં 226 મુસાફરો અને 7 ક્રૂ મેમ્મબર સવાર હતા. સીગલ પક્ષીના ઝુંડના કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
યુરાલ એરલાઈન્સના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં વિમાનને ઘણું નુકસાન પહોંચ્યું છે અને તે નજીકના ભવિષ્યમાં ઉડાન ભરી શકશે નહીં. જોકે, સરકારી એજન્સીઓએ પાઈટની સમયસુચક્તાની પ્રશંસા કરી છે, જેના કારણે 226 મુસાફરોનો જીવ બચી ગયો હતો. સરકારી મીડિયાને આ ઘટનાને એક ચમત્કાર જણાવી છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે