ટ્રમ્પે શાંતિ મંત્રણા રદ કરતા તાલિબાને અમેરિકાને આપી ધમકી, 'હવે વધુ અમેરિકનો મોતને ભેટશે' 

અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ વાર્તા થાય તે પહેલા જ રદ થઈ ગઈ. કાબુલમાં અમેરિકી સૈનિકની હત્યા થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી ઘડીએ શાંતિ વાર્તા રદ કરી હતી.

ટ્રમ્પે શાંતિ મંત્રણા રદ કરતા તાલિબાને અમેરિકાને આપી ધમકી, 'હવે વધુ અમેરિકનો મોતને ભેટશે' 

નવી દિલ્હી: અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ મંત્રણા થાય તે પહેલા જ રદ થઈ ગઈ. કાબુલમાં અમેરિકી સૈનિકની હત્યા થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી ઘડીએ શાંતિ વાર્તા રદ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય બાદ તાલિબાને પણ નિવેદન આપ્યું છે. તાલિબાનનું કહેવું છે કે તેનાથી અમેરિકાને મોટું નુકસાન થશે અને હવે વધુ અમેરિકીઓના જીવ જશે. 

તાલિબાન તરફથી રવિવારે મોડી રાતે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું. જેમાં અમેરિકાને ખુલ્લી ચેતવણી અપાઈ છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે કહ્યું કે જે ઘડીએ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલાની દુહાઈ આપી રહ્યાં છે, તે જ ઘડીએ અમેરિકી સેના પણ અફઘાનિસ્તાનમાં સતત બોમ્બ વરસાવી રહી છે. 

તાલિબાને કહ્યું કે અમેરિકાને આ ભારે પડવાનું છે. તેનાથી અમેરિકાની છબી પર અસર પડશે. લોકોના જીવ જશે અને શાંતિ હણાશે. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તાલિબાનના મોટા નેતાઓ વચ્ચે આ બેઠક કેમ્પ ડેવિડમાં થવાની હતી. જ્યાં મોટાભાગે અમેરિકી રાષ્ટ્રપતિ મોટી અને મહત્વની બેઠકો યોજે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે રદ કરી હતી શાંતિ વાર્તા
હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે શાંતિ મંત્રણા રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણય કાબુલ કાર બોમ્બ બ્લાસ્ટના કારણે લીધો હતો. અત્રે જણાવવાનું કે કાબુલના આ વિસ્ફોટની જવાબદારી તાલિબાને લીધી હતી. આ વિસ્ફોટમાં એક અમેરિકી સૈનિક સહિત 12 લોકોના મોત થયા હતાં. ટ્રમ્પે શનિવારે ટ્વીટ કરીને શાંતિ મંત્રણા રદ કરવાની વાત કરી હતી.  ટ્રમ્પે કહ્યું હતું કે કાબુલમાં થયેલા હુમલામાં અમારો એક મહાન સૈનિક અને 11 લોકો માર્યા ગયાં. મેં તરત મીટિંગ રદ કરી નાખી અને શાંતિ વાર્તાને પણ બંધ કરી. 

— Donald J. Trump (@realDonaldTrump) September 7, 2019

અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો તેઓ આ મહત્વની શાંતિ મંત્રણામાં પણ યુદ્ધવિરામ માટે રાજી નથી અને 12 નિર્દોષ લોકોને મારી શકે છે તો કદાચ તેમનામાં એક સાર્થક  સમજૂતિ કરવાની તાકાત નથી. વધુ કેટલા દાયકા માટે તે લોકો લડવા માટે તૈયાર છે. 

વિદેશ મંત્રી પોમ્પીઓએ પણ આપ્યું હતું નિવેદન 
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ કહ્યું હતું કે જ્યાં સુધી અમને એ વાત પર ભરોસો ન આવે કે અફઘાનિસ્તાનમાં બધુ ઠીક છે ત્યાં સુધી અમે અમારા સૈનિકોને પાછા બોલાવવાના નથી. એક ઈન્ટરવ્યું દરમિયાન પોમ્પીઓને પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાનમાં શાંતિ મંત્રણા ખતમ થઈ ગઈ છે તો તેમણે કહ્યું કે હાં અત્યાર માટે તો ખતમ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે થનારી શાંતિ સમજૂતિ હેઠળ અમેરિકાએ આગામી કેટલાક અઠવાડિયામાં 5400 સૈનિકો પાછા બોલાવવાના હતાં. જો કે હાલ તે થોડા સમય માટે ટળી ગયું છે. 

(ઈનપુટ-રોયટર્સ)

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news