સેલ્સમેનનાં પુત્રથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા સુધી Joe Biden ની કહાની

દુનિયા ઉગતા સૂર્યને સલામ કરે છે અને આજે જો બાઈડેન દુનિયાનો ઉગતો સૂર્ય છે. બાઈડેન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની શપથ લઈ ચૂક્યા છે, ત્યારે મોટાભાગનાં લોકોને તેમના વિશે જાણવાની ઉત્સુક્તા જાગી છે. એક સાધારણ મીડલ ક્લાસથી દુનિયાના સૌથી તાકતવર શખ્સ બનવા સુધીનો જો બાઈડેનનો સફર ઘણો ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો.

Updated By: Jan 21, 2021, 09:48 PM IST
સેલ્સમેનનાં પુત્રથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા સુધી Joe Biden ની કહાની

- એક સાધારણ કાર સેલ્સમેનનાં પુત્ર છે જો બાઈડેન
- 29 વર્ષની ઉંમરમાં જ બન્યા સીનેટર
- ખૂબ જ પડકાર ભરી રહી રાષ્ટ્રપતિ પદ માટેની હોડ
- ઓબામાના શાસનમાં ઉપરાષ્ટ્રપતિ રહ્યા જો બાઈડેન

વોશિંગટનઃ દુનિયા ઉગતા સૂર્યને સલામ કરે છે અને આજે જો બાઈડેન દુનિયાનો ઉગતો સૂર્ય છે. બાઈડેન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની શપથ લઈ ચૂક્યા છે, ત્યારે મોટાભાગનાં લોકોને તેમના વિશે જાણવાની ઉત્સુક્તા જાગી છે. એક સાધારણ મીડલ ક્લાસથી દુનિયાના સૌથી તાકતવર શખ્સ બનવા સુધીનો જો બાઈડેનનો સફર ઘણો ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો.

એક સાધારણ કાર સેલ્સમેનનાં પુત્ર છે Joe Biden
જો બાઈડેનનો જન્મ 20 નવેમ્બર 1942નાં રોજ સ્ક્રેનટન, પેંસિલવેનિયામાં એક આઈરિશ કૈથોલિક પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ 10 વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર ન્યૂ કૈસલ શિફ્ટ થયો. જ્યાં તેમના પિતાને એક કાર સેલ્સમેન તરીકેની નોકરી મળી. અહીં બાઈડેનનો પરિવાર બે રૂમનાં ઘરમાં રહેતો હતો. બાઈડેનનાં પરિવારમાં તેમના માતા-પિતા અને ચાર ભાઈ-બહેન છે. આ જ ઘરમાં જો બાઈડેનનું ભણતર-ગણતર થયું. 1961-1965 દરમિયાન જો બાઈડેનએ University of Delawareમાંથી ઈતિહાસ અને પોલિટિક્સ સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી.

2.jpg

29 વર્ષની ઉંમરમાં જ બન્યા સીનેટર
જો બાઈડેને Syracuse University College of Lawમાં અભ્યાસ કર્યો. અહીં તેમણે 1968માં Juris Doctorની ડિગ્રી મેળવી. Juris Doctorની ડિગ્રી અમેરિકામાં કાનૂનની સૌથી ઊચ્ચ ડિગ્રી છે, જેનાથી પ્રોફેશનલ ઓળખ પણ મળે છે. ડિગ્રી મળતાની સાથે જો બાઈડેન Delaware Barમાં શામેલ થઈ ગયા. વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન બાઈડેને પોલિટિક્સનો અભ્યાસ પણ શરૂ કર્યો. માત્ર 29 વર્ષની ઉંમરે 1972માં તેમની સીનેટ તરીકે પસંદગી થઈ ગઈ. સીનેટમાં તેમણે 1973થી 2009 સુધી કાર્યભાર સંભાળ્યો. Delawareના ઈતિહાસમાં બાઈડેન સૌથી લાંબા સમય સુધી રહેનાર અમેરિકી સીનેટર બન્યા. જો બાઈડેન સીનેટ જ્યુડિશરી કમિટીના ચેરમેન અને સીનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.

3.jpg

જ્યારે સફળતાએ ઘણુબધુ ગુમાવી લીધુ
જે સમયે ખુશીઓએ બાઈડેનની જિંદગીમાં આવવાનું શરૂ કર્યું, તે જ સમયે તેમના જીવનમાં દુઃખ આવવાની શરૂઆત થઈ. 1972માં જ્યારે તેમની સીનેટ તરીકે પસંદગી કરવામાં આવી તેના એક અઠવાડિયા બાદ તેમણે પોતાની પહેલી પત્ની નીલિયા અને પુત્રી નેયોમીને એક કાર અકસ્માતમાં ગુમાવી દીધા. જો બાઈડેને પહેલા સીનેટની ટર્મ માટેની શપથ પણ હોસ્પિટલનાં રૂમમાંથી જ લીધી હતી, જ્યાં તેમના બે ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલતી હતી. 

4.jpg

ખૂબ જ પડકાર ભરી રહી રાષ્ટ્રપતિ પદ માટેની હોડ
1987માં તેમણે પહેલીવાર રાષ્ટ્રપતિ પદ માટે કેમ્પેનિંગ શરૂ કર્યું. પરંતુ આ કેમ્પેન વધુ લાંબા સમય સુધી ન ચાલી શક્યું. જો બાઈડેન પર બ્રિટિશ રાજનેતાની સ્પીચ કોપી કરવાનો આરોપ લાગ્યો. આગામી વર્ષે 1988માં જો બાઈડેનને ગંભીર બિમારીનો સામનો કરવો પડ્યો. આ બિમારીમાં તેમનો જીવ જતાં જતાં બચી ગયો. 2008માં પણ જો બાઈડેને પાર્ટીમાં નોમિનેશન માટે કેમ્પેન કર્યુ. પરંતુ વધારે સપોર્ટ્સ ન મળવાનાં કારણે તેમણે ઈરાદો બદલી કાઢ્યો. અંતે જ્યારે ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બનીને આવ્યા ત્યારે બાઈડેનને તેમનો રાઈટ હેન્ડ બનીને કામ કરવાની તક મળી.

5.jpg

ફરી તૂટ્યો દુઃખોનો પહાડ
મે, 2015માં તેમના મોટા પુત્ર બિયૂ બાઈડેનનું બ્રેન કેન્સરનાં કારણે મૃત્યુ થયુ. આ ઘટનાએ બાઈડેનને હચમચાવી નાંખ્યા. જો બાઈડેનનો રાજકીય કરિયર ગ્રાફ પણ સ્થિર થઈ ગયો. પુત્રનાં મૃત્યુનાં પાંચ વર્ષ બાદ બાઈડેને ફરીથી હિંમત એકઠી કરી અને રાજકીય કરિયરમાં પરત ફરવાનો નિર્ણય કર્યો. આ જ કારણોસર તેમણે પોતાના ભાષણ દરમિયાન પોતાના સપોર્ટ્સને હેલ્થકેર અને ક્લાઈમેટ ચેન્જ અંગે વાયદા કર્યા. તેમણે અમેરિકાની જનતાને ભરોસો અપાવ્યો કે, 2009થી 2017માં ઓબામાની સરકાર દરમિયાન હેલ્થકેરમાં જે કંઈપણ કામ થયા છે, તેને આગળ ધપાવશે.

6.jpg

બાઈડેન હવે મિડલક્લાસ જો નથી રહ્યા
જો બાઈડેનને તેમની નજીકનાં લોકો ‘મિડલ ક્લાસ જો’નાં નામથી પણ બોલાવે છે. પરંતુ હવે તેઓ મિડલ ક્લાસ નથી રહ્યા, બાઈડેન હવે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે અને આજની તારીખમાં મિલિનેયર છે. 2020માં ચૂંટણી શરૂ થતા પહેલા તેમણે પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો. ફોર્બ્સનું અનુમાન છે કે, તેમની પાસે 9 મિલિયન ડૉલરની સંપત્તિ છે.

7.jpg

ઓબામાના શાસનમાં ઉપરાષ્ટ્રપતિ રહ્યા જો બાઈડેન
જો બાઈડેન ઓબાના શાસનકાળમાં ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. આ પહેલા 1973થી લઈને 2009 સુધી સીનેટર રહી ચૂક્યા છે. સીનેટરનાં રેકોર્ડ્સ મુજબ તેમની સેલરી વાર્ષિક 42,500 ડૉલરથી વધીને વાર્ષિક 1,74,000 સુધી પહોંચી ગઈ. જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની સેલરી વધીને વાર્ષિક 2,30,000 ડૉલર થઈ ગઈ.

8.jpg

આટલી છે બાઈડેનની સંપત્તિ
CBSએ જણાવ્યાનુસાર નવેમ્બર 2009માં જો બાઈડેનની કુલ સંપત્તિ માત્ર 30 હજાર ડૉલર હતી. ઉપરાષ્ટ્રપતિ પદ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેમણે જુલાઈ 2019માં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો, ત્યારે ખબર પડી કે, 2017-18માં જો બાઈડેન અને તેમના પત્નીની કુલ સંપત્તિ વધીને 15 મિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ હતી.

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube