પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી જનતામાં હાહાકાર, આદુનો ભાવ 1000 રૂપિયા કિલો પર પહોંચ્યો

Pakistan Vegetables Price: પાકિસ્તાન આ દિવસોમાં ખાદ્ય સામગ્રીની કમીનો સામનો કરી રહ્યો છે. જે પાકિસ્તાન પહેલા દુનિયાભરને ડુંગળી નિકાસ કરતુ હતુ. તેણે હવે પોતાના દેશમાં ડુંગળીની કિંમતો ઓછી કરવા માટે તેની આયાત કરવી પડી રહી છે. 

પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી જનતામાં હાહાકાર, આદુનો ભાવ 1000 રૂપિયા કિલો પર પહોંચ્યો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શાકભાજીના આવમાં થયેલા વધારાથી પ્રજા ત્રસ્ત છે. તો પ્રધાનમંત્રી ઇમરાન ખાન ખાંડના ભાવમાં ઘટાડાનો દાવો કરી વાહવાહી લુટી રહ્યાં છે. ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો વીડિયો ટ્વીટ કરી જણાવ્યું કે રાવલપિંડીમાં એક કિલો આદુનો ભાવ 1000 રૂપિયા છે. શિમલા મરચાનો ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. એક મહિના પહેલા પાકિસ્તાનમાં લોટના ભાવને લઈને હાહાકાર મચ્યો હતો. 

ઇમરાન ખાન થપથપાવી રહ્યાં છે પોતાની પીઠ
બે દિવસ પહેલા ઇમરાન ખાને ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે તેમના દેશમાં ખાંડ 81 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. તેમણે ખુદની પ્રશંસા કરતા કહ્યુ કે, તેમની સરકારની નીતિઓને કારણે પાછલા મહિને 102 રૂપિયા કિલો વેચાઈ રહેલી ખાંડની કિંમત હવે 81 રૂપિયા સુધી આવી ગઈ છે. તેમણે કિંમત ઓછી કરવા માટે બનાવવામાં આવેલી પોતાની ટીમની પણ પ્રશંસા કરી હતી. 

ખાદ્ય પૂરવઠાની કમીનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાન આ દિવસોમાં ખાદ્ય સામગ્રીની કમીનો સામનો કરી રહ્યો છે. જે પાકિસ્તાન પહેલા દુનિયાભરને ડુંગળી નિકાસ કરતુ હતુ. તેણે હવે પોતાના દેશમાં ડુંગળીની કિંમતો ઓછી કરવા માટે તેની આયાત કરવી પડી રહી છે. લોટ અને ખાંડનો ભાવ ઓછો કરવા માટે ઇમરાન ખાન સતત કેબિનેટ અને અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે.

ઘઉંની કિંમતો તોડ્યા રેકોર્ડ
પાકિસ્તાનમાં આ વર્ષે ઘઉંની કિંમતે રેકોર્ડ તોડી દીધો છે. આ ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ 2400 રૂપિયા પ્રતિ 40 કિલો એટલે કે 60 રૂપિયા એક કિલો પર પહોંચી ગઈ છે. આ સાથે દેશની સરકારે મોંઘવારી કાબુ કરવા અને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના નિષ્ફળ થવાના ઇશારા મળવા લાગ્યા છે. પાછલા ડિસેમ્બરમાં દેશમાં સ્થિતિ વધુ ખરાબ દેખાવા લાગી છે જ્યારે ઘઉંની કિંતમ 2000 રૂપિયા પ્રતિ 40 કિલો પર પહોંચી ગઈ હતી. આ વર્ષે ઓક્ટોબરમાં જ આ રેકોર્ડ તૂટી ગયો હતો. 

વિપક્ષ સામે જંગ વચ્ચે જનતાને ભૂલ્યા ઇમરાન
ઇમરાન ખાન આ દિવસોમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ)ને સંભાળવામાં લાગ્યા છે. વિપક્ષની સરકાર વિરોધી રેલીઓમાં ભેગી થતી ભીડ જોઈ તેમનીં ઉંઘ ઉડી ગઈ છે. તો એકત્રિત થયેલ વિપક્ષ દરેક કિંમત પર ઇમરાન ખાનને સત્તાથી બહાર કરવામાં લાગેલો છે. તો પાકિસ્તાની સેના પણ ઇમરાન ખાનનો સાથ છોડી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news