Viral Video: પત્ની કોઈ બીજાને કરી રહી હતી ચુંબન, અચાનક પતિ આવી ચડ્યો અને પછી જે થયું..જોવા જેવો છે વીડિયો

Watch Viral Video: સોશિયલ મીડિયા પર આમ તો અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે જેમાં કેટલાક વીડિયો જોઈને તમને હસી હસીને પેટ દુખી જાય તો કેટલાક તમને ઈમોશનલી ટચ કરી  જાય. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે કપલ વીડિયો છે. પરંતુ તેમાં પત્નીની એક હરકત...

Viral Video: પત્ની કોઈ બીજાને કરી રહી હતી ચુંબન, અચાનક પતિ આવી ચડ્યો અને પછી જે થયું..જોવા જેવો છે વીડિયો

સોશિયલ મીડિયા પર આમ તો અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે જેમાં કેટલાક વીડિયો જોઈને તમને હસી હસીને પેટ દુખી જાય તો કેટલાક તમને ઈમોશનલી ટચ કરી  જાય. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે કપલ વીડિયો છે. પરંતુ તેમાં પત્નીની એક હરકત...અને પતિનું તે પછી રિએક્શન જોવા જેવું છે. વીડિયોમાં પત્ની કોઈને કિસ કરતી જોવા મળે છે. જોઈને પતિ ભડકી જાય છે અને પછી જે કરે છે તે જોવા જેવું છે. પતિને જોકે જ્યારે અસલિયત ખબર પડે છે તો તે હસી પડે છે. 

વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા કોઈને ચુંબન કરતી જોવા મળે છે. અચાનક ત્યાં તેનો પતિ આવી જાય છે અને પછી જોરદાર પંચ મારે છે. જો કે પછી તેને ખબર પડે છે કે આ કોઈ વ્યક્તિ નહીં પરંતુ પૂતળા જેવું છે. પત્નીએ તેની સાથે મજાક કરી હોય છે. ત્યારે તે પોતાનું હસવું રોકી શકતો નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @HumansNoContext હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 20 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળી ચૂકયા છે. 

— NO CONTEXT HUMANS (@HumansNoContext) February 26, 2024

વાયરલ વીડિયો પર લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે શક કરવો ખુબ ખોટી વાત છે. અન્ય એક યૂઝરે લખ્યું કે પત્ની આવું પ્રેંક કરશે તે વિચાર્યું નહતું. જ્યારે બીજા એક યૂઝરે લખ્યું કે અત્યાર સુધીનો સૌથી મજેદાર વીડિયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news