World Breastfeeding Week: શિશુ માટે જ નહીં, માતા માટે પણ ફાયદાકારક છે સ્તનપાન

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન 'વિશ્વ સ્તનપાન સપ્તાહ' (World Breastfeeding Week) મનાવામાં આવે છે. દુનિયાભરમાં શિશુઓના આરોગ્યમાં સુધારા અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સપ્તાહ મનાવાય છે. શું તમે જાણો છો સ્તનપાન માત્ર શિશુ માટે જ નહીં, પરંતુ માતા માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. 
 

World Breastfeeding Week: શિશુ માટે જ નહીં, માતા માટે પણ ફાયદાકારક છે સ્તનપાન

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન 'વિશ્વ સ્તનપાન સપ્તાહ' (World Breastfeeding Week) મનાવામાં આવે છે. દુનિયાભરમાં શિશુઓના આરોગ્યમાં સુધારા અને સ્તનપાનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સપ્તાહ મનાવાય છે. શું તમે જાણો છો સ્તનપાન માત્ર શિશુ માટે જ નહીં, પરંતુ માતા માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. 

આ વર્ષની થીમ 'એમ્પાવર પેરેન્ટ્સ, ઈનેબલ બ્રેન્ટફીડિંગ' રાખવામાં આવી છે. આજની દુનિયાના તમામ માતા-પિતાને સામેલ કરવા માટે આ સ્લોગન પસંદ કરાયું છે. વિશ્વમાં સ્તનપાનના ધ્યેય હાંસલ કરવા માટે માતા-પિતાને પણ સશક્ત કરવા એટલા જ જરૂરી છે એ બાબતને ધ્યાનમાં રાખીને આ વર્ષની થીમ માતા-પિતા પર રાખવામાં આવી છે. સ્તનપાન એ માતાનો વિશેષાધિકાર છે પરંતુ જ્યારે તેને બાળકના પિતા, વાલીઓ, પરિવાર, કામકાજના સ્થળ અને સમુદાયનો સપોર્ટ મળે છે ત્યારે સ્તનપાન કરાવતી માતાઓની સંખ્યામાં વધારો થાય છે.

માતાનું દુધ બાળક માટે અમૃત
આ સંશોધન 45 વર્ષ કે તેના કરતાં મોટી ઉંમરની 74,785 ઓસ્ટ્રેલિયન મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, સ્તનપાન કરાવતા સમયે જે હોર્મોન્સ રિલીઝ થાય છે, તે મહિલાઓની કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને ફાયદો પહોંચાડે છે. નિયમિત રીતે સ્તનપાન કરાવતી મહિલાઓ હંમેશાં તંદુરસ્ત રહે છે. 

માતાને થતા ફાયદા

  • દરરોજ 500 કેલરી બર્ન કરે છે 
  • હૃદય રોગ અને ડાયાબિટીઝની આશંકા ઘટી જાય છે 
  • બ્રેસ્ટ અને ઓવેરિયન કેન્સરનું જોખમ ઘટે છે 
  • અન્ય મહિલાઓની સરખામણીએ ડિપ્રેશનનું સ્તર ઘટે છે  

બાળક માટે શા માટે જરૂરી છે માતાનું દૂધ
માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે, જેમાં બાળકની જરૂરિયાતના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય છે. તેને શિશુ સરળતાથી હજમ કરી લે છે. માતાના દૂધમાં રહેલું પ્રોટીન અને ફેટ ગાયના દૂધની સરખામણીએ વધુ ઝડપથી પચી જાય છે. તેના કારણે શિશુના પેટમાં ગેસ, કબજિયાત, ઝાડા વગેરે સમસ્યા આવતી નથી. 

બાળકને થતા ફાયદા 

  • માતાના દૂધમાં હોય છે તમામ પોષક તત્વો
  • તે સરળતાથી પચી જાય છે, ગેસ થતો નથી
  • દૂધમાં એન્ટીબોડી હોવાના કારણે ચેપી રોગનું જોખમ ઘટે છે
  • સ્તનપાન અચાનક થતા મૃત્યુની આશંકા ઘટાડે છે 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news