Wuhan Coronavirus: જીવલેણ વાઈરસથી દુનિયાભરમાં હાહાકાર, સતત વધી રહ્યો મૃત્યુઆંક
ચીન (China) થી ફેલાયેલા જીવલેણ વુહાન કોરોના વાઈરસ (Wuhan Coronavirus) એ હવે એક ઘાતક રોગચાળાનું સ્વરૂપ લઈ લીધુ છે. તાજા રિપોર્ટ મુજબ વુહાન કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી 106 લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો નોંધાયો છે.
Trending Photos
નવી દિલ્હી: ચીન (China) થી ફેલાયેલા જીવલેણ વુહાન કોરોના વાઈરસ (Wuhan Coronavirus) એ હવે એક ઘાતક રોગચાળાનું સ્વરૂપ લઈ લીધુ છે. તાજા રિપોર્ટ મુજબ વુહાન કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી 106 લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો નોંધાયો છે. તમામ સુરક્ષા ઈન્તેજામ હોવા છતાં સમગ્ર દુનિયામાં લગભગ 4000 લોકો આ ઘાતક ઈન્ફેક્શનની લપેટમાં આવી ગયા છે. વુહાન કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલા અને મૃત્યુ પામેલા મોટાભાગના ચીનના જ લોકો છે. હવે આ વાઈરસ ચીનના બેઈજિંગ અને હુબી શહેરો સુધી પહોંચી ચૂક્યો છે.
સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે વુહાન કોરોના વાઈરસનો ચેપ
આંતરરાષ્ટ્રીય મીડિયા તરફથી મળેલી જાણકારી મુજબ ઘાતક વુહાન કોરોના વાઈરસના કેસ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, કેનેડા, નેપાળ, જર્મની, થાઈલેન્ડ, સિંગાપુર અને વિયેતનામમાંથી પણ કન્ફર્મ થયા છે. આ તમામ દેશોએ સુરક્ષા કારણોસર પોતાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સમાં નિગરાણી તપાસ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ચીનથી આવતા વિમાનોની સઘન તપાસ થઈ રહી છે. કોઈ પણ પ્રકારનો તાવ કે વાઈરલની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
વુહાન કોરોના વાઈરસ પર કેબિનેટની બેઠક થઈ
ભારતમાં પણ આ મામલાને ગંભીરતાથી લઈને ચેપ લાગતો અટકાવવા માટે સોમવારે કેબિનેટ સચિવે સ્વાસ્થ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. હજુ સુધી વિભિન્ન એરપોર્ટથી આવા 12 કેસ સામે આવ્યાં છે. જેમાં ચેપના લક્ષ્ણો જોવા મળ્યા હતાં. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી કોઈ પણ શંકાસ્પદમાં વુહાન કોરોના વાઈરસનો ચેપ જોવા મળ્યો નથી.
જુઓ LIVE TV
કેમ છે તમામ દેશો ચિંતિત
અમેરિકા સહિત દુનિયાના તમામ દેશો આ વાઈરસથી પરેશાન છે. હકીકતમાં ચીનના નાગરિકો નવા વર્ષની ઉજવણી માટે સમગ્ર દુનિયામાં ફરવા નીકળે છે. અંદાજો છે કે આ વર્ષે પણ ચીનના લગભગ 70 લાખ લોકો સમગ્ર દુનિયામાં વેકેશન મનાવવા જશે. આવામાં નવા વાઈરસના ચેપથી જોખમ વધી ગયુ છે. જો કે અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાન અને ભારત સહિત તમામ દેશોએ પોતાના એરપોર્ટ્સને હાઈ એલર્ટમાં રાખીને તપાસ શરૂ કરી છે. પરંતુ આમ છતાં હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે હાલના સ્ક્રિનિંગથી પણ આ વાઈરસને દેશમાં ઘૂસતા રોકી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે