INFIBEAM AVENUEના શેરમાં બે દિવસમાં 80 ટકાનો કડાકો, 9300 કરોડનું ધોવાણ
શુક્રવારે આઇબીફેમ કંપનીના શેરોમાં 80 ટકાનો ઘટાડો નોધાયો છે. શેરમાં એટલી મોટી હદે કડાકો આવ્યો કે કંપનીના સ્ટોક એક્સચેન્જમાં કારણ આપવા આવુ પડ્યું હતું.
Trending Photos
નવી દિલ્હી: કોઇ કંપનીના શેરમાં બે જ દિવસમાં 80 ટકાનો ઘટાડો આવે ખરો, હા આવુ જ કંઇક ગુજરાતની ઇન્ફીબીમ એવન્યૂ લિમિટેડ કંપની સાથે થયું છે. આ તમામ શેરોમાં આવેલા ઘટાડા પાછળનું મુખ્ય કારણ વાયરલ થયેલો એક વોટ્સએપ મેસેજ માવનામાં આવી રહ્યો છે. જ્યારે આ કંપની ગુજરાતની છે. ત્યારે પડદા પાછળ ગુજરાતના રાજકારણીઓના રૂપિયા પણ આમાં ધોવાયા હોવાનું અનુમાન દેખાઇ રહ્યું છે. નિષ્ણાતોના મતે હજુ જો કંપની દ્વારા કાળજી લેવામાં નહીં આવે તો મોટા નુકસાનની વકી જોવાઇ રહી છે.
એવું તો શું હતુ આ વોટ્સએપના મેસેજમાં
અસલમાં તો વોટ્સએપ મેસેજ કંપનીના ગવર્નેસ પર એકાઉન્ટીંગ પ્રેક્ટીસને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે. આ વોટ્સએપ મેસેજ એક બ્રોકરેજ અક્વિરસ સિક્યોરિટી પ્રાઇવેટના એક એનાલિસે થોડા મહિના પહેલા મોકલ્યો હતો. આ મેસેજ ગત સપ્તાહે 25 સપ્ટેમ્બરે વાયરલ કરવામાં આવ્યો હતો. આ મેસેજને વાંચવાથી રોકાણકારોમાં કંપનીના ગવર્નન્સને લઇને ડર દેખાવા લાગ્યો હતો, રોકાણાકરોએ ઇન્ફીબીમના એફએન્ડઓમાં મોટી સંખ્યામાં વેચાણ કર્યું હતું.
જેના કારણે ઇન્ફીબીમ કંપનીના શેરમાં 71 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, અને કંપનીના શેર એટલી બધી હદે તૂટ્યા કે કંપનીએ આ અંગે સ્ટોક એક્સચેન્જને જવાબ આપવો પડ્યો
આખરે વાયરલ મેસેજમાં શું હતું ?
વાયરલ થયેલા વોટ્સએપ બીજી પણ ધણી બાબતો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે એ પણ લખવામાં આવ્યું કે, ઇન્ફીબીમએ તેના યુનિટે ઇન્ટ્રેસ્ટ ફ્રી અનસિક્યોર લોન આપવામાં આવી છે. જ્યારે કંપનીના એનએલ રિપોર્ટ મુજબ, ઇન્ફીબીમએ 135 કરોડ રૂપિયા વ્યાજ લીધા વિના બીજી સહયોગી કંપનીને આપ્યા છે. ઇન્ફીબીમ એક ઇ કોમર્સ કંપની છે. આ બિઝનેસ ટુ બિઝનેસ અને કસ્ટમર ટુ સેહમેટમાં કામ કરે છે. કંપનીના શેર અત્યારે 58.45 રૂપિયા પર પહોંચી ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે