રાજનીતિ જ નહીં શેરબજારમાં પણ અંબાણી-અદાણી પર નથી રાહુલને ભરોસો, જાણો કઈ કંપનીમાં કર્યું છે રોકાણ

Rahul Gandhi Stock Portfolio: હાલમાં જ એક રસપ્રદ વિગતો બહાર આવી છે. જેમાં સામે આવ્યું છેકે, કોંગ્રસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી શેરબજારમાં સારું એવું રોકાણ કરે છે. ત્યારે જાણીએ કઈ કંપની પર છે રાહુલ ગાંધીને સૌથી વધારે ભરોસો...

રાજનીતિ જ નહીં શેરબજારમાં પણ અંબાણી-અદાણી પર નથી રાહુલને ભરોસો, જાણો કઈ કંપનીમાં કર્યું છે રોકાણ

Rahul Gandhi Stock Portfolio: રાજનીતિમાં તો આપણે જોઈએ જ છીએ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અવાર નવાર ઉદ્યોગકાર અંબાણી અને અદાણી પર નિશાન સાધતા હોય છે. આ બે ગુજરાતી ઉદ્યોગપતિઓને પ્રધાનમંત્રી મોદી વિશેષ ફાયદો કરાવી આપતા હોવાનો આક્ષેપ પણ રાહુલ ગાંધી અનેક વાર લગાવી ચુક્યા છે. ત્યારે હાલમાં જ એક રોચક વિગત સામે આવી છે. જેમાં એ બાબત ખુલી છેકે, રાહુલ ગાંધી સ્ટોક માર્કેટમાં સારું એવું રોકાણ કરે છે. જોકે, માત્ર રાજકારણમાં જ નહીં, શેરબજારમાં પણ અંબાણી-અદાણી પ્રત્યે રાહુલ ગાંધીની ઉદાસીનતા સામે આવી છે. રાજનીતિ જ નહીં પણ શેરબજારમાં પણ રાહુલ ગાંધીને અંબાણી-અદાણી પર નથી ભરોસો. ત્યારે એ પણ જાણીએ કે કોઈ કંપની પર છે રાહુલ ગાંધીને સૌથી વધારે ભરોસો? કઈ કંપનીમાં રાહુલ ગાંધીએ કર્યું છે સૌથી વધારે રોકાણ?

કઈ કંપની પર છે રાહુલ ગાંધીને સૌથી વધુ ભરોસો?
હાલમાં જ રાહુલ ગાંધીના ઈન્વેસ્ટમેન્ટ અને તેમના સ્ટોક માર્કેટના પોટફોલિયોની વિગતો સામે આવી છે. જેમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છેકે, રાજનીતિમાં જ નહીં પણ બિઝનેસ સેક્ટરમાં એટલેકે, સ્ટોક માર્કેટમાં પણ રાહુલ ગાંધીને અંબાણી-અદાણી પર જરાય ભરોસો કે વિશ્વાસ નથી. એજ કારણ છેકે, રાહુલ ગાંધીએ ક્યારેય આ કંપનીઓના શેરમાં રોકાણ કર્યું નથી. બીજી તરફ રાહુલ ગાંધીને સૌથી વધારે ભરોસો દેશના ત્રીજા સૌથી મોટા બિઝનેસ ગ્રૂપ ગણાતા TATA પર છે. 

જાણો રાહુલ ગાંધી પાસે કઈ કંપનીના કેટલાં શેર છે?
રાહુલ ગાંધીના સ્ટોક પોર્ટફોલિયોમાં ટાટાના ઢગલાબંધ શેર છે. રાહુલ ગાંધી સુપ્રજીત એન્જિનિયરિંગના 4068 શેર ધરાવે છે, જેની કિંમત રૂ. 16.65 લાખથી વધુ છે. માર્કેટ વેલ્યુના હિસાબે રાહુલના પોર્ટફોલિયોમાં પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શેર ટોચ પર છે. તેમની પાસે પિડિલાઇટના 1474 શેર છે, જેની બજાર કિંમત 43.27 લાખ રૂપિયા છે.

રાહુલ ગાંધી આવકઃ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પત્રિકામાં રાહુલ ગાંધીએ તેમની કમાણી, ખર્ચ, આવક, લોન અને રોકાણની વિગતો આપી છે. રાહુલ ગાંધીના ચૂંટણી એફિડેવિટ મુજબ તેમણે 25 શેરમાં રોકાણ કર્યું છે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીએ શેરબજારમાં પણ રિલાયન્સ અને અદાણીના શેરથી દૂરી બનાવી લીધી છે. રાજકીય ક્ષેત્રે રાહુલ ગાંધી ઘણીવાર અંબાણી અને અદાણી પર નિશાન સાધતા રહ્યા છે. ખાસ કરીને હિંડનબર્ગ રિપોર્ટ બાદ રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને ગૌતમ અદાણી અને તેમની કંપની અદાણી ગ્રુપ વિરુદ્ધ ગૃહથી લઈને સંસદ સુધી મોરચો ખોલ્યો હતો. અદાણી ગ્રૂપ અને અંબાણી સાથે તેમણે રાજકીય ક્ષેત્રે જે અંતર બનાવ્યું છે તે જ અંતર તેમણે શેરબજારમાં પણ જાળવી રાખ્યું છે.

'અંબાણી-અદાણી' પર નથી રાહુલને ભરોસોઃ
રાહુલ ગાંધી રાજકીય ક્ષેત્રે અદાણી અને અંબાણીના નામ પર ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે. શેરબજારમાં પણ અંબાણી અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોથી હંમેશા દૂર જ રહ્યાં છે. રાહુલ ગાંધીએ શેરબજારમાં લગભગ 4.30 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમણે 25 શેરમાં નાણાં રોક્યા છે. તેમના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ શેરોમાં ટાટા, ICICI બેંક સહિત ઘણા લાર્જ કેપ શેરનો સમાવેશ થાય છે. તેમણે કેટલાક સ્મોલ કેપ ફંડ્સમાં પણ નાણાં રોક્યા છે. તેમના પોર્ટફોલિયોમાં અદાણી અને રિલાયન્સના કોઈ શેર નથી.

મ્યુચ્યુઅલ ફંડ અને સોનામાં રોકાણઃ
રોકાણકાર તરીકે રાહુલ ગાંધીનો પોર્ટફોલિયો ઘણો પ્રભાવશાળી છે. તેમણે SBI, HDFC, ICICI સહિત સાત મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 3.81 લાખનું રોકાણ કર્યું છે. આ સિવાય તેમણે સોવરિન ગોલ્ડ બોન્ડમાં 15.27 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમણે પીપીએફ, પોસ્ટલ સેવિંગ્સ, એનએસએસમાં પણ રોકાણ કર્યું છે. એફિડેવિટમાં રાહુલે ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, સોવરિન ગોલ્ડ બોન્ડ સહિત રૂ. 9.24 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. તેમાંથી 3.81 કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં જમા છે. બીજી તરફ તેમની ઉપર 49.7 લાખ રૂપિયાનું દેવું અથવા તો બાકી નીકળતા નાણાંનું ચુકવણું બાકી છે. 

રાહુલ ગાંધીએ ટાટાના શેરમાં રોક્યા રૂપિયાઃ
રાહુલ ગાંધી પાસે સુપ્રજીત એન્જિનિયરિંગના 4068 શેર છે, જેની કિંમત 16.65 લાખ રૂપિયાથી વધુ છે. માર્કેટ વેલ્યુના હિસાબે રાહુલના પોર્ટફોલિયોમાં પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શેર ટોચ પર છે. તેમની પાસે પિડિલાઇટના 1474 શેર છે, જેની બજાર કિંમત 43.27 લાખ રૂપિયા છે. આ સિવાય રાહુલ ગાંધીએ બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, દીપક નાઈટ્રાઈટ, ડિવિઝ લેબોરેટરીઝ, ઈન્ફોસીસ, ટાટાની ટીસીએસ, બ્રિટાનિયા, ટાઈટન કંપનીઓના શેરમાં પૈસા રોક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news