IPL 2020 માં કઈ ટીમે ફટકારી કેટલી સિક્સ, મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સ્થાને

આઈપીએલની 13મી સીઝનમાં સિક્સ ફટકારવા માટે દરેક ટીમોએ ખુબ જોર લગાવ્યું, પરંતુ જે ટીમ તરફથી સૌથી વધુ સિક્સ લાગી તે મુંબઈ ઈન્ડિયન્સ રહી. આઈપીએલ 2020નું ટાઇટલ જીતનારી મુંબઈની ટીમે આ સીઝનમાં કુલ 137 સિક્સ ફટકારી.

IPL 2020 માં કઈ ટીમે ફટકારી કેટલી સિક્સ, મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સ્થાને

નવી દિલ્હીઃ આઈપીએલ 2020નું સફળ આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું અને આ વખતે પણ મેચોનો રોમાંચ ક્રિકેટ ફેન્સ વચ્ચે દમદાર રહ્યો. કોવિડ-19ને કારણે ઘણા પ્રકારના ફેરફાર મેદાન પર જોવા મળ્યા અને દર્શકોની હાજરી પણ સ્ટેડિયમમાં નહતા, પરંતુ ખેલાડીઓ તથા ટીમોનો ઉત્સાહ જોવા લાયક હતો તો ઘણા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ટી20 લીગ એટલે કે ફટાફટ ક્રિકેટમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ ન થાય તો મજા આવતી નથી. પરંતુ આ વખતે દર વખતની જેમ મોટા-મોટા શોટ્સ જોવા મળ્યા અને ઘણા બોલ તો સ્ટેડિયમની બહાર પહોંચી ગયા હતા. 

આઈપીએલની 13મી સીઝનમાં સિક્સ ફટકારવા માટે દરેક ટીમોએ ખુબ જોર લગાવ્યું, પરંતુ જે ટીમ તરફથી સૌથી વધુ સિક્સ લાગી તે મુંબઈ ઈન્ડિયન્સ રહી. આઈપીએલ 2020નું ટાઇટલ જીતનારી મુંબઈની ટીમે આ સીઝનમાં કુલ 137 સિક્સ ફટકારી તો બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સ રહી. ભલે રોયલ્સની ટીમ પ્લેઓફમાં ન પહોંચી હોય પરંતુ આ ટીમના ખેલાડીઓએ મોટા શોટ્સ ફટકારવામાં કોઈ કસર છોડી નથી.

આઈપીએલ 2020મા સૌથી વધુ સિક્સ ફટકારનાર ટીમ

137 છગ્ગા - મુંબઈ ઈન્ડિયન્સ

105 છગ્ગા - રાજસ્થાન રોયલ્સ

98 છગ્ગા - કિંગ્સ ઇલેવન પંજાબ

88 સિક્સર - દિલ્હી કેપિટલ્સ

86 સિક્સર - કોલકત્તા નાઇટ રાઇડર્સ

79 છગ્ગા - સનરાઇઝર્સ હૈદરાબાદ

75 સિક્સર - ચેન્નઈ સુપર કિંગ્સ

66 સિક્સર - રોયલ ચેલેન્જર્સ બેંગલોર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news