Gold Price Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદીની ચમક વધી, જાણો શું છે આજનો ભાવ

Gold & Silver Price today: આજે સોનાના ભાવમાં ઘટાડો તો ચાંદીના ભાવમાં વધારો (Gold Price Fall) જોવા મળ્યો છે. આજે સોનાની કિંમતમાં 108 રૂપિયાનો ઘટાડો થયો છે. 
 

Gold Price Today: સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદીની ચમક વધી, જાણો શું છે આજનો ભાવ

નવી દિલ્હીઃ Gold & Silver Price today: આજે સોનાના ભાવમાં ઘટાડો તો ચાંદીના ભાવમાં વધારો (Gold Price Fall) જોવા મળ્યો છે. આજે સોનાની કિંમતમાં 108 રૂપિયાનો ઘટાડો થયો છે, ત્યારબાદ સોનું 48,877 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. આ પહેલાના સત્રમાં સોનું 48,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું. તો આજે ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત આશરે 144 રૂપિયા વધીને 65,351 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી ગઈ છે. આ પહેલાના સત્રમાં ચાંદી 65,207 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર બંધ થઈ હતી. 

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો બુધવારે સોનાનો વૈશ્વિક ભાવ વધારા સાથે 1857 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો ચાંદી 25.48 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર ટ્રેડ કરતી જોવા મળી હતી. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે ડોલરમાં ઘટાડાને કારણે સોનાની વૈશ્વિક કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. 

વાયદા બજારમાં સોનું
સોનાની ઘરેલૂ વાયદા કિંમતોમાં બુધવારે સાંજે વધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ એક્સચેન્જ પર બુધવારે સાંજે 5 ફેબ્રુઆરી 2021ના વાયદા સોનાનો ભાવ 0.48 ટકા એટલે કે 233 રૂપિયાની તેજીની સાથે 49,278 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પાંચ એપ્રિલ 2021ના સોનાનો વાયદા ભાવ આ સમયે 0.50 ટકા એટલે કે 246 રૂપિયાની તેજીની સાથે 49,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 

વાયદા બજારમાં ચાંદી
સોનાથી વિપરીત ચાંદીની ઘરેલૂ વાયદા કિંમતોમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયે એમસીએક્સ પર પાંચ માર્ચ 2021ની ચાંદીનો વાયદા ભાવ 239 રૂપિયાના ઘટાડા સાથે 65700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news