Gold Price Today: સોનાની કિંમતોમાં તેજી, ચાંદીની ચમક વધી, જાણો નવી કિંમત
સોના તથા ચાંદીની કિંમતોમાં સોમવારે તેજી જોવા મળી છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કેરેટ સોનાનો ભાવ 103 રૂપિયાની તેજીની સાથે 51,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોના તથા ચાંદીની કિંમતોમાં સોમવારે તેજી જોવા મળી છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કેરેટ સોનાનો ભાવ 103 રૂપિયાની તેજીની સાથે 51,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ 51,183 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ રીતે ચાંદીની કિંમતમાં 793 રૂપિયાની તેજી જોવા મળી છે. ચાંદીનો ભાવ 61,155 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. તેના પાછલા સત્રમાં ચાંદીનો ભાવ 61362 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. નિષ્ણાંતો પ્રમાણે વૈશ્વિક સ્તર પર કિંમતોમાં તેજી અને રૂપિયાના અવમૂલ્યનથી સોના તથા ચાંદીની કિંમતોમાં આ તેજી જોવા મળી છે.
એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ, વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતોમાં મજબૂતી અને રૂપિયાના અવમૂલ્યનથી 24 કેરેટ સોનાની હાજર કિંમતમાં 103 રૂપિયાની તેજી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો સોમવારે 32 પૈસા તૂટીને 74.42ના સ્તર પર પહોંચી ગયો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક સ્તર પર સોનાની કિંમત સોમવારે 1885 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. આ રીતે ચાંદીની કિંમત 23.83 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ સપાટ રહી હતી.
શું તમારી પાસે છે આ લકી નંબરની નોટ, તો દિવાળી પર તમે પણ બની શકો લખપતિ
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતાઓ અને યૂરોપમાં ફરીથી લૉકડાઉનની આશંકાઓ વચ્ચે સોનાની કિંમતમાં તેજી જોવા મળી હતી.
વાયદા બજારમાં સોના-ચાંદીની કિંમતો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બરના વાયદા વાળા સોનાનો ભાવ 56 રૂપિયાના વધારા સાથે 50,755 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો. તેમાં 13,124 લોટ માટે બિઝનેસ થયો હતો. વિશ્લેષકો પ્રમાણે સટોરિયાએ સોદા વધારતા સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી.
બીજીતરફ MCX પર ડિસેમ્બરના કરાર વાળી ચાંદીની કિંમત 712 રૂપિયા એટલે કે 1.17 ટકાની તેજીની સાથે 61,577 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. તેમાં 14,233 લોટ માટે કારોબાર થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે