DA Hike: સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર! કોઈ જ કન્ફ્યૂઝન નહી, મોંઘવારી ભથ્થું આટલું વધશે
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર આવ્યા છે. એક જુલાઈ 2023થી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાનો ઈન્તેજાર જલદી ખતમ થવાનો છે. સપ્ટેમ્બરના અંતમાં સરકાર તરફથી તેની જાહેરાત થઈ શકે છે. AICPI ઈન્ડેક્સના નંબરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે.
Trending Photos
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર આવ્યા છે. એક જુલાઈ 2023થી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાનો ઈન્તેજાર જલદી ખતમ થવાનો છે. સપ્ટેમ્બરના અંતમાં સરકાર તરફથી તેની જાહેરાત થઈ શકે છે. AICPI ઈન્ડેક્સના નંબરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. પરંતુ એ સરકાર નક્કી કરે છે અને કેબિનેટમાંથી મંજૂરી મળ્યા બાદ તેને નિર્ધારિત કરાય છે. હાલમાં થોડી અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં મોંઘવારી ભથ્થા (DA) અંગે દાવો કરાયો કે તેમાં 3 ટકાનો વધારો થશે. એટલે કે હાલ મોંઘવારી ભથ્થાનો જે દર 42 ટકા છે તે વધીને 45 ટકા થઈ જશે પરંતુ આ દાવામાં કોઈ દમ દેખાતો નથી. જાણો કેમ?
3 ટકા DA વધવાની વાત પાયાવિહોણી
હકીકતમાં મોંઘવારી ભથ્થું (DA) ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) ના મંથલી નંબર્સના આધારે નક્કી થાય છે. જુલાઈ 2023થી લાગૂ થનારા મોંઘવારી ભથ્થાના નંબર જાન્યુઆરીથી જૂનમાં આવેલા AICPI ઈન્ડેક્સના આધારે નક્કી થાય છે. જો છ મહિનાના નંબરના ટ્રેન્ડને જોઈએ તો એ નક્કી છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે. એકવાર નીચે અપાયેલી ગણતરી ચેક કરી લો. આવામાં 3 ટકાનો વધારો થવાની વાત ખોટી લાગે છે. જો કે અંતિમ નિર્ણય સરકારનો હોય છે. પરંતુ એ પણ જ્યાં સુધી કેબિનેટનું અપ્રુવલ મળે ત્યારે. ત્યાં સુધી કઈ પણ કહેવું ઉતાવળભર્યું રહેશે.
4 ટકા જ થઈ શકે છે વધારો
તાજેતરમાં રિપોર્ટ આવ્યો હતો કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનું રિવિઝન થશે. પરંતુઆ 3 ટકાની ગણતરી ક્યાંથી આવી તેની પાછળનું કારણ સ્પષ્ટ નથી. ગણતરી જોઈએ તો કન્ફર્મ છે કે આ વખતે પણ 4 ટકાનો ઉછાળો મોંઘવારી ભથ્થામાં જોવા મળશે.
આ રીતે DA ગણતરી થશે
એક્સપર્ટ્સનું માનીએ તો જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થું 4 ટકાથી ઓછું નહીં વધે. તેની પાછળનું લોજિક એ છે કે પ્રાઈસ ઈન્ડેક્સ રેશ્યોમાં જે મુવમેન્ટ જોવા મળી છે તેનાથી DA સ્કોર 46 ટકાને પાર નીકળી ગયો છે. જૂનમાં ઈન્ડેક્સનો નંબર 136.4 પોઈન્ટ રહ્યો હતો. તેના આધારે ગણતરી જોઈએ તો DA Score 46.24 પહોંચી ગયો છે. તેનો અર્થ એ છે કે DA માં કુલ 4 ટકાનો વધારો જોવા મળશે. કારણ કે DA રાઉન્ડ ફિગરમાં અપાય છે અને તે 0.51 થી ઓછો હશે તો તેને 46 ટકા જ ગણવામાં આવશે.
DA હાઈકને આ રીતે સમજો
ડિસેમ્બર 2022માં ઈન્ડેક્સ નંબર 132.3 પોઈન્ટ રહ્યો હતો. જેનાથી ડીએનો કુલ સ્કોર 42.37 ટકા રહ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરીમાં ઈન્ડેક્સ 132.8 પર પહોંચ્યો અને DA સ્કોર વધીને 43.08 પર પહોંચી ગયો. એ જ રીતે દર મહિનાનો સ્કોર નક્કી થાય છે. આ ગણતરી ચેક કરો.
Month AICPI Index DA % increase
Jan-2023 132.8 43.08
Feb-2023 132.7 43.79
Mar-2023 133.3 44.46
Apr-2023 134.2 45.06
May-2023 134.7 45.58
Jun-2023 136.4 46.24
પગારમાં કેટલો થશે વધારો?
1. કર્મચારીની બેસિક સેલરી 18,0000 રૂપિયા
2 નવું મોંઘવારી ભથ્થું (46ટકા) 8,280 રૂપિયા (મહિને)
3. અત્યારનું મોંઘવારી ભથ્થું (42 ટકા) 7,562 રૂપિયા (મહિને)
4 કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 8280-7560= 720 રૂપિયા માસિક
5. વાર્ષિક પગારમાં વધારો 720X12= 8640 રૂપિયા
અધિકત્તમ બેસિક સેલરી 56,900 રૂપિયા પર ગણતરી
1- કર્મચારીનો બેસિક પગાર 56,900 રૂપિયા
2 નવું મોંઘવારી ભથ્થું (46ટકા) 26,174 રૂપિયા (મહિને)
3. અત્યારનું મોંઘવારી ભથ્થું (42 ટકા) 23,898 રૂપિયા (મહિને)
4 કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 26,174-23,898= 2276 રૂપિયા માસિક
5. વાર્ષિક પગારમાં વધારો 2276X12= 27312 રૂપિયા
ખાસ નોંધ: આ અનુમાનના આધારે પગાર છે. તેમાં HRA જેવા અલાઉન્સ જોડ્યા બાદ જ ફાઈનલ પગાર તૈયાર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે