રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણીને ફરી મળી મોટી જવાબદાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોએ મુકેશ અંબાણીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણીને ફરી મળી મોટી જવાબદાર

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરધારકોએ મુકેશ અંબાણીને કંપનીના અધ્યક્ષ તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે વધારે પાંચ વર્ષ રહેવાની મંજૂરદી આપી દીધી છે. મુકેશ અંબાણી 1977થી રિલાયન્સના બોર્ડમાં છે અને જુલાઈ 2002માં પિતા ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી કંપનીના અધ્યક્ષ બન્યા. 

મુકેશ અંબાણીનો વર્તમાન કાર્યકાળ 19 એપ્રિલ, 2019ના દિવસે પૂરો થઈ રહ્યો છે. આ સંજોગોમાં હાલમાં યોજાયેલી કંપનીની વાર્ષિક મહાસભામાં આ કાર્યકાળ પાંચ વર્ષ સુધી વધારવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ વાતની જાણકારી આજે કંપનીએ શેરબજારને આપી છે. આ પ્રસ્તાવના પક્ષમાં કુલ 98.5 ટકા વોટ પડ્યા છે જ્યારે એની વિરૂદ્ધમાં 1.48% વોટ પડ્યા છે. 

પ્રસ્તાવ પ્રમાણે મુકેશ અંબાણીને દર વર્ષે 4.17 કરોડ રૂ. વેતન તરીકે મળશે. આ સાથે કંપનીના નેટ પ્રોફિટ પર બોનસ પણ મળશે. કંપનીએ માહિતી આપી છે કે બિઝનેસ ટ્રીપ દરમિયાન તેમને પત્ની તેમજ સહાયકનો રહેવાનો, પ્રવાસનો તેમજ ખાવાપીવાનો ખર્ચ પણ મળશે.

ધીરુભાઈ અંબાણીના નિધન પછી મુકેશ અંબાણીને આરઆઇએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર બનાવી દેવામાં આ્વ્યા હતા જ્યારે નાના ભાઈ અનિલ અંબાણીને ઉપાધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. પરસ્પરના વિવાદને કારણે બંને ભાઈઓ 2005માં અલગ થઈ ગયા હતા અને તેમના સામ્રાજ્યનું વિભાજન થઈ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news