નવો બિઝનેસ શરૂ કરનારા માટે આવ્યો વધુ એક કડક નિયમ, જાણો

રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ  (NGT)એ મંગળવારે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ  (CPCB) અને બધા રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આદેશ આપ્યો છે કે ખતરનાક પ્રદુષણનું ઉત્સર્જન કરનાર ઉદ્યોગો લગાવવાની મંજૂરી ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી આવા પ્રકારના કચરાના નિકાલની સુવિધા ઉપલબ્ધ ન હોય. 

 નવો બિઝનેસ શરૂ કરનારા માટે આવ્યો વધુ એક કડક નિયમ, જાણો

નવી દિલ્હીઃ લૉકડાઉન બાદ જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છે તો તમારે માટે વધુ એક આકરો નિયમ આવી ગયો છે. આ નિયમનું પાલન ન કરવા પર તમને વ્યાપાર શરૂ કરવાની મંજૂરી મળશે નહીં. તેથી જાણો આ નિયમ બાકી થઈ શકે છે મુશ્કેલી. 

સર્ટિફિકેટ વગર નહીં મળે મંજૂરી
રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ  (NGT)એ મંગળવારે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ  (CPCB) અને બધા રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આદેશ આપ્યો છે કે ખતરનાક પ્રદુષણનું ઉત્સર્જન કરનાર ઉદ્યોગો લગાવવાની મંજૂરી ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી આવા પ્રકારના કચરાના નિકાલની સુવિધા ઉપલબ્ધ ન હોય. 

ગ્રીન ટ્રિબ્યુનલે સીપીસીબીને આદેશ આપ્યો કે, 'પ્રદૂષક ચુકવણી' સિદ્ધાંતના આધાર પર પર્યાવરણને સતત નુકસાન પહોંચાડનાર પાસેથી તેના દિશાનિર્દેશ પ્રમાણે વળતર વસૂલ કરવામાં આવે. એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતા વાળી પીઠે કહ્યુ કે, ખતરનાક કચરાનું ઉત્પાદન કરતા ઉદ્યોગોની પુષ્ટિ માટે વ્યવસ્થા બનાવવામાં આવે. પીઠે રાજ્ય પ્રદુષણ બોર્ડને નિર્દેશ આપ્યા છે કે માપદંડોનું ઉલ્લંઘન કરતા એકમો પાસેથી દંડ વસુલવામાં આવે. 

HDFC બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત, આટલા ટકા ઘટી જશે લોનનો વ્યાજ દર

પીઠે કહ્યું, સીપીસીબી અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કોઈ નવા ઉદ્યોગને મંજૂરી ન આપી શકે, જેનાથી ખતરનાક કચરો ઉત્પન થવાની સંભાવના છે, જ્યાં સુધી આ પ્રકારના કચરાના નિકાલની સુવિધા ઉપલબ્ધ ન હોય. 

ટ્રિબ્યુનલે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે 31 ઓક્ટોબર 2020 સુધી પાલન અહેવાલ સીપીસીબીને સોંપે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news