દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવે તોડ્યો રેકોર્ડ, જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ અને ડીઝલનાં ભાવવધારાની અસર અન્ય ચીજ વસ્તુઓ પર પણ પડી છે અને લોકોના જનજીવન પર અસર જોવા મળી રહી છે. પે

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવે તોડ્યો રેકોર્ડ, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવવધારાએ માઝા મુકી છે. આજે 24મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. પેટ્રોલમાં સરેરાશ 14 પૈસા અને ડીઝલમાં સરેરાશ 11 પૈસા પ્રતિ લિટરનો વધારો ઝીંકાયો છે. છેલ્લા સપ્તાહથી સતત થયેલા ભાવવધારાને કારણે સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવવધારાની અસર અન્ય ચીજ વસ્તુઓ પર પણ પડી છે અને લોકોના જનજીવન પર અસર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવને ડામવામાં સરકાર નિષ્ફળ સાબિત થઇ છે ત્યારે હવે લોકોનો આક્રોશ ભાવ ન ઘટતા સામે આવી રહ્યો છે. જેને પગલે ગઇકાલે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી ભારત બંધનું એલાન અપાયું હતું.

ગુજરાતના કયા શહેરમાં કેટલા રૂપિયે વેચાઇ રહ્યું છે પેટ્રોલ-ડીઝલ

શહેર પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ
અમદાવાદ 80.22 78.51
સુરત 80.23 78.53
વડોદરા 79.95 78.24
રાજકોટ 80.04 78.34
ગાંધીનગર 80.41 78.7
જામનગર 80.16 78.45
જુનાગઢ 80.68 78.98
અમરેલી 80.72 79.01
આણંદ 80.11 78.39
ભરૂચ 80.57 78.85
ભાવનગર 81.33 79.61
ભુજ 80.42 78.7
દાહોદ 81.08 79.36
ગોધરા 80.55 78.84
હિંમતનગર 80.76 79.04
મહેસાણા 80.29 78.59
નવસારી 80.39 78.7
પાલનપુર 80.18 78.49
પાટણ 80.27 78.58
પોરબંદર 80.47 78.75
સુરેંદ્રનગર 80.94 79.22

ગુરૂવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવે રેકોર્ડ તોડી દીધો છે. દિલ્હીમાં પેટ્રોલના ભવમાં 13 પૈસા વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં રેટમાં 11 પૈસાનો વધારો થયો. આ પ્રકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશ: 81 રૂપિયા પ્રતિ લીટર અને 73.08 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. બીજી તરફ આર્થિક રાજધાની મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા અને પેટ્રોલના ભાવ 88.39 રૂપિયા પ્રતિ લીટર (13 પૈસાનો વધારો), જ્યારે ડીઝલ 77.58 રૂપિયા પ્રતિ લીટર (11 પૈસાનો વધારો) થઇ ગયો છે. 

— ANI (@ANI) September 13, 2018

આ પહેલાં ડોલરના મુકાબલે રૂપિયો તૂટીને નવા રેકોર્ડ નિચલા સ્તર પર આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મંગળવારે નવો રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો હતો. જોકે, રૂપિયામાં નબળાઇના લીધે આયાત મોંઘી થઇ ગઇ છે, જેથી ઇંઘણની કિંમતોમાં વધારો ચાલુ છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની અધિસૂચના અનુસાર પેટ્રોલ અને ડીઝલ બંને ઇંઘણોના ભાવમાં 14-14 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો. 

આ પ્રકારે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ હવે 80.87 રૂપિયા પ્રતિ લીટર તથા મુંબઇમાં આ 88.26 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. દિલ્હીમાં ડીઝલ 72.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. મહાનગરોમાં દિલ્હીમાં ઇંઘણના ભાવ સૌથી ઓછા છે કારણ કે અહીં ટેક્સના દર ઓછા છે. તો બીજી તરફ ઇંઘણ પર સૌથી ઉંચો વેચાણ દર એટલે કે વેટ લાગે છે. 

ચેન્નઇમાં મંગળવારે પેટ્રોલના ભાવ 84.07 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો, જ્યારે કલકત્તામાં આ 83.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ચેન્નઇમાં ડીઝલ 77.15 પ્રતિ લીટર અને કલકત્તામાં 75.82 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો. 

પેટ્રોલિયમ કંપનીઓના અનુસાર કેંદ્ર અથવા અન્ય રાજ્યના ટેક્સ તથા ડીલરના કમિશનને અલગ કરીને પેટ્રોલ રિફાઇનરી ગેટ પર ભાવ 40.45 રૂપિયા લીટર પડે છે. ડીઝલના મામલે આ 44.28 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ કેંદ્ર દ્વારા લેવામાં આવતા ઉત્પાદ શુલ્ક, પેટ્રોલ પંપ ડીલરોને આપવામાં આવતું કમિશન તથા રાજ્ય સરકારો દ્વારા વસુલવામાં વેટને ઉમેરતાં કિંમત ઉંચી થઇ જાય છે. પેટ્રોલ પર ડીલરનું કમિશન હાલ 3.34 રૂપિયા પ્રતિ લીટર તથા ડીઝલ પર 2.52 રૂપિયા લીટર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news