SBI Home Loan Rates: SBI ની હોમ લોન થઈ સસ્તી, પ્રોસેસિંગ ફી પર 100% છૂટ, સાથે મળશે અન્ય લાભ

ગ્રાહકો Yono App દ્વારા ઘરે બેઠા હોમ લોન માટે અરજી કરી શકે છે. આ એપ દ્વારા લોન એપ્લાઇ કરવા પર તમને વ્યાજ દરમાં 0.05 ટકાની છૂટ મળશે. 

SBI Home Loan Rates: SBI ની હોમ લોન થઈ સસ્તી, પ્રોસેસિંગ ફી પર 100% છૂટ, સાથે મળશે અન્ય લાભ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી લેન્ડર ભારતીય સ્ટેટ બેન્ક (SBI) થી મળનાર હોમ લોન (Home loan) વધુ સસ્તી થઈ ગઈ છે. બેન્કે સોમવારે હોમ લોન પર વ્યાજ દરમાં પહેલાથી મળેલી છૂટને વધારવાની જાહેરાત કરી છે. બેન્કે હોમ લોન પર વ્યાજમાં છૂટની મર્યાદાને 0.70 ટકા વધારી દીધી છે. આ રીતે બેન્ક હવે 6.70 ટકાથી હોમ લોન આપી રહી છે. આ ઓફર 31 માર્ચ 2021 સુધી છે. બેન્ક તરફથી જારી એક પ્રેસ રિલીઝમાં આમ કહેવામાં આવ્યું છે. તે પ્રોસેસિંગ ફી પર પણ 100 ટકાની છૂટ આપી રહી છે. વ્યાજમાં છૂટ લોનની રકમ અને લોન લેનારના સિબિલ સ્કોર પર નિર્ભર કરે છે. ભારતીય સ્ટેટ બેન્ક તરફથી જારી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, બેન્કનું તે માનવું છે કે સમય પર ચુકવણી કરનાર ગ્રાહકોને સારા રેટથી લોન ઉપલબ્ધ કરાવવી મહત્વની છે. 

ભારતીય સ્ટેટ બેન્ક તરફથી જારી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં માર્કેટ લીડર હોવાના નામે બેન્કે ગ્રાહકોના સેન્ટિમેન્ટને ઉપર ઉઠાવવાની જવાબદારી લીધી છે. બેન્કે કહ્યું કે, નવી ઓફરથી ગ્રાહકોને સુવિધા મળશે કારણ કે માસિક હપ્તામાં કમી આવશે અને સસ્તા દરે લોન મળશે. 

SBI Home Loan પર વ્યાજ દર સિબિલ સ્કોરથી લિંક્ડ છે. બેન્ક 6.70 ટકા વ્યાજદર પર 75 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. તો 75 લાખથી  વધુ લોન માટે બેન્ક 6.75 ટકા વ્યાજદર ઓફર કરી રહી છે. 

ગ્રાહકો Yono App દ્વારા ઘરે બેઠા હોમ લોન માટે અરજી કરી શકે છે. આ એપ દ્વારા લોન એપ્લાઇ કરવા પર તમને વ્યાજ દરમાં 0.05 ટકાની છૂટ મળશે. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા બેન્ક મહિલા લેણદારોને 0.05 ટકાની છૂટની ઓફર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news