‘હિન્દી મીડિયમ’ કરતા પણ ચાર ચાસણી ચઢે તેવુ છે ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનું trailer

બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમયની માંદગી બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેમની કમબેક ફિલ્મ છે ‘અંગ્રેજી મીડિયમ (Angrezi Medium)’. લાંબા સમય સુધી કેન્સરની સારવાર કરાવ્યા બાદ હવે ફરીથી તેમના અદાકારીનો જાદુ સ્ક્રીન પર વિખેરાવાનો છે. તેમની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર આજે જ રિલીઝ થયું છે. 

Updated By: Feb 13, 2020, 05:07 PM IST
‘હિન્દી મીડિયમ’ કરતા પણ ચાર ચાસણી ચઢે તેવુ છે ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનું trailer

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમયની માંદગી બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેમની કમબેક ફિલ્મ છે ‘અંગ્રેજી મીડિયમ (Angrezi Medium)’. લાંબા સમય સુધી કેન્સરની સારવાર કરાવ્યા બાદ હવે ફરીથી તેમના અદાકારીનો જાદુ સ્ક્રીન પર વિખેરાવાનો છે. તેમની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર આજે જ રિલીઝ થયું છે. 

માત્ર ને માત્ર આ જ યુવતી ડાન્સમાં નોરા ફતેહીને ટક્કર આપી શકશે, જબરદસ્ત છે...

આ ટ્રેલરમાં એક એવા પિતાની કહાની નજર આવી રહી છે, જે પોતાની દીકરીને લંડનમાં એડમિશન કરાવવા માટે તનતોડ મહેનત કરવામાં લાગી રહી છે. આ ટ્રેલરને જોઈને તમે પણ કહી દેશો કે, કેન્સર જેવી બીમારી પણ એક દમદાર એક્ટરને નબળુ પાડી શકી નહિ. જુઓ આ મજેદાર ટ્રેલર....

‘હિન્દી મીડિયમ’ના સિક્વલ ફિલ્મ અંગ્રેજી મીડિયમના નિર્દેશક હોમી અડજાનિયા છે અને દિનેશ વિજાન તેને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. ફિલ્મમાં ઈરફાનની સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળશે. તો રાધિકા મદાન ઈરફાનની દીકરીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ 20 માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

યુદ્ધના ધોરણે ચાલી રહેલી તૈયારી બાદ હાલ આવુ દેખાય છે હાલ મોટેરા સ્ટેડિયમ, see inside photos

ઈરફાન ખાન ગત બે વર્ષથી લંડનમાં ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યુમરની સારવાર કરાવી રહ્યા હતા. ત્યારથી સતત તમામ ચાહકો તેમના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આ વચ્ચે ટ્રેલર રિલીઝ થવાના પહેલા ઈરફાને પોતાના ફેન્સને એક ઈમોશનલ મેસેજ જાહેર કર્યો હતો. તેમનો આ મેસેજ તેમના ફેન્સને આઘાત આપી શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવુડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...