VIDEO: અક્ષય કુમારે અજાણતા જ આયુષ્યમાન ખુરાનાની કરી મોટી મદદ

બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) કેટલાક દિવસોથી પોતાની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 4’ (Housefull 4) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોમવારે આ ફિલ્મનું એક સોન્ગ રિલીઝ થયું છે. જેનું ટાઈટલ છે ‘બાલા બાલા બાલા...’ પરંતુ આ ગીતનો ફાયદો બોલિવુડની ડ્રીમ ગર્લ આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) એ ફાયદો ઉઠાવ્યો. આ સાંભળીને ચોંકી ન જાઓ. કારણ કે, આ ગીત રિલીઝ કરતા પહેલા કદાય અક્ષય કુમારને પણ માલૂમ નહિ હોય કે તેઓ હાઉસફુલ 4ની સાથે આયુષ્યમાનની આગામી ફિલ્મ બાલા (Bala) નું પણ પ્રમોશન કરી રહ્યાં છે. હવે આ ગીત પર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) નો એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે. જુઓ આ વીડિયો... 
VIDEO: અક્ષય કુમારે અજાણતા જ આયુષ્યમાન ખુરાનાની કરી મોટી મદદ

નવી દિલ્હી :બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) કેટલાક દિવસોથી પોતાની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 4’ (Housefull 4) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોમવારે આ ફિલ્મનું એક સોન્ગ રિલીઝ થયું છે. જેનું ટાઈટલ છે ‘બાલા બાલા બાલા...’ પરંતુ આ ગીતનો ફાયદો બોલિવુડની ડ્રીમ ગર્લ આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) એ ફાયદો ઉઠાવ્યો. આ સાંભળીને ચોંકી ન જાઓ. કારણ કે, આ ગીત રિલીઝ કરતા પહેલા કદાય અક્ષય કુમારને પણ માલૂમ નહિ હોય કે તેઓ હાઉસફુલ 4ની સાથે આયુષ્યમાનની આગામી ફિલ્મ બાલા (Bala) નું પણ પ્રમોશન કરી રહ્યાં છે. હવે આ ગીત પર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) નો એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે. જુઓ આ વીડિયો... 

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

જ્યાં અક્ષય કુમાર હાઉસફુલ 4ની ટીમ અને દર્શકોને બાલાના ગીતથી પેટ પકડીને હસાવી રહ્યો છે, ત્યાં બીજી તરફ આયુષ્યમાન ખુરાનાએ પણ અક્ષય કુમારના ગીતનો પ્રચાર કરતો એક મજેદાર ટ્વિસ્ટ બનાવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આયુષ્યમાન ખુરાના આ ગીત પર કેવો સુપરકુલ લાગી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર આ મજેદાર વીડિયો શેર કરતા આયુષ્યમાન ખુરાનાએ કેપ્શનામં લખ્યું છે કે, "Bala ko pukara #Baaa gaya! Best of luck @akshaykumar sir અમે જલ્દી આવી રહ્યાં છીએ...''

ઉલ્લેખનીય છે કે, હાઉસફુલ 4માં ક્રિતી સેનન, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ ખરબંદા, પૂજા હેગડે અને ચંકી પાંડે લીડ રોલમાં છે. ફિલ્મ હાઉસફુલ 2ના નિર્દેશક ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત અને સાજીત નડિયાદવાલા દ્વારા આ ફિલ્મ બનાવાઈ છે. જે 26 ઓક્ટોબર, 2019ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.  

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news