બોક્સ ઓફિસ પહેલા સુપ્રિમ કોર્ટમાં ટકરાશે એક જેવા કોન્સેપ્ટની આ 2 ફિલ્મો

બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મ ‘બાલા’ (Bala) અને સની સિંહ (Sunny Singh)ની ફિલ્મ ‘ઉજડા ચમન’ (Ujda Chaman)નો વિવાદ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. હવે બોક્સ ઓફિસ પહેલા આયુષ્યમાન ખુરાના અને સની સિંહ કોર્ટમાં ટકરાશે. કેમ કે, નવેમ્બરમાં રિલીઝ થનારી બંને ફિલ્મો ‘બાલા’ અને ‘ઉજડા ચમન’નો મામલો હવે સુપ્રિમ કોર્ટ (Supreme Court) માં પહોંચી ગયો છે. જ્યાં ‘ઉજડા ચમન’ના નિર્દેશક અને નિર્માતાએ ‘બાલા’ના મેકર્સ પર કોપી રાઈટ્સનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

Updated By: Oct 23, 2019, 01:17 PM IST
બોક્સ ઓફિસ પહેલા સુપ્રિમ કોર્ટમાં ટકરાશે એક જેવા કોન્સેપ્ટની આ 2 ફિલ્મો

નવી દિલ્હી :બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની ફિલ્મ ‘બાલા’ (Bala) અને સની સિંહ (Sunny Singh)ની ફિલ્મ ‘ઉજડા ચમન’ (Ujda Chaman)નો વિવાદ હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો છે. હવે બોક્સ ઓફિસ પહેલા આયુષ્યમાન ખુરાના અને સની સિંહ કોર્ટમાં ટકરાશે. કેમ કે, નવેમ્બરમાં રિલીઝ થનારી બંને ફિલ્મો ‘બાલા’ અને ‘ઉજડા ચમન’નો મામલો હવે સુપ્રિમ કોર્ટ (Supreme Court) માં પહોંચી ગયો છે. જ્યાં ‘ઉજડા ચમન’ના નિર્દેશક અને નિર્માતાએ ‘બાલા’ના મેકર્સ પર કોપી રાઈટ્સનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

VIDEO: પીએમ મોદીના આ અભિયાનમાં સાથે આપશે દીપિકા પાદુકોણ અને પીવી સિંધુ

આ અરજીમાં ‘ઉજડા ચમન’ના ડાયરેક્ટરે સુપ્રિમ કોર્ટ પાસેથી માંગ કરી છે કે, ફિલ્મ ‘બાલા’ના રિલીઝ પર પ્રતિબંધ લગાવવામાં આવે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે, બાલા ફિલ્મના નિર્દેશકે કોપી રાઈટ્સનો ભંગ કર્યો છે. હવે સુપ્રિમ કોર્ટ 4 નવેમ્બરના રોજ આ અરજી પર સુનવણી કરશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ઉજડા ચમન’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયું હતું. પરંતુ આ ફિલ્મની થીમને જોતા ‘બાલા’ના મેકર્સ થોડા ડરી ગયા છે અને જલ્દી-જલ્દીમાં પોતાની ફિલ્મનું ટ્રેલર જાહેર કર્યું. એટલું જ નહિ, રિલીઝ ડેટ બદલવાની પણ જાહેરાત કરી દીધી. જેમાં આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ની રિલીઝ ડેટ 7 નવેમ્બર બતાવવામાં આવી છે. તો ‘ઉજડા ચમન’ની રિલીઝ ડેટ 8 નવેમ્બર હતી.