ખુશખબરી! બોલીવુડના 'કરણ-અર્જુન' ફરી સાથે આવશે, પરંતુ અંદાજ હશે કંઇક ખાસ

શાહરૂખ ખાન (Shahrukh Khan)ના ફેન્સ તેમની આગામી ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. હવે આ સમાચાર આવી રહ્યા છે કે તેમની આગામી ફિલ્મમાં સલમાન ખાન પણ હશે.

ખુશખબરી! બોલીવુડના 'કરણ-અર્જુન' ફરી સાથે આવશે, પરંતુ અંદાજ હશે કંઇક ખાસ

નવી દિલ્હી: શાહરૂખ ખાન (Shahrukh Khan)ના ફેન્સ તેમની આગામી ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. હવે આ સમાચાર આવી રહ્યા છે કે તેમની આગામી ફિલ્મમાં સલમાન ખાન પણ હશે. આ ખરેખર ખાસ વાત છે. તેનાથી ફેન્સની ખુશી બમણી થઇ ગઇ છે.  

શાહરૂખની આગમી ફિલ્મ
જોકે શાહરૂખ ખાને સત્તાવાર રીતે પોતાની આગામી ફિલ્મ વિશે વધુ કંઇ જણાવ્યું નથી. એવી ચર્ચા છે કે તેમની આગામી ફિલ્મ 'પઠાન' (Pathan)છે. જેમાં જોન અબ્રાહમ ખલનાયકના રોલમાં જોવા મળશે અને દીપિકા પાદુકોણ ફિલ્મમાં મુખ્ય હિરોઇન હશે. હવે ફિલ્મના સાથે એક મોટા સ્ટાર સલમાન ખાન  (Salman Khan)ના જોડાવવાના સમાચાર આવી રહ્યા છે. 

કેમિયો રોલમાં જોવા મળી શકે છે સલમાન
સમાચારોનું માનીએ તો સલમાન આ ફિલ્મમાં કેમિયો રોલ કરી રહ્યા છે. સલમાને ગત વખતે શાહરૂખની ફિલ્મ 'ઝીરો'માં કેમિયો રોલ કર્યો હતો. તે શાહરૂખની સાથે ફિલ્મમાં એક ગીતમાં ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. 

જૂનો છે નાતો
ગત એક દાયકાથી બંને સ્ટાર એકબીજાની ફિલ્મોમાં કેમિયો રોલ ભજવતા આવી રહ્યા છે. સલમાને શાહરૂખની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ', 'ઓમ શાંતિ ઓમ'માં કેમિયો રોલ ભજવ્યો હતો, તો બીજી તરફ શાહરૂખ ખાને સલમાનની ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા', 'ટ્યૂબલાઇટ' માં કેમિયો રોલ કર્યો હતો. સમાચાર છે કે શાહરૂખ ખાન આ મહિને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news