ફરી આવી રહી છે 'પિંક' ટીમ, નવા પ્રોજેક્ટનો પ્લોટ છે જબરદસ્ત 

ફિલ્મમાં તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન એકસાથે કામ કરી રહ્યા છે 

ફરી આવી રહી છે 'પિંક' ટીમ, નવા પ્રોજેક્ટનો પ્લોટ છે જબરદસ્ત 

મુંબઈ : અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ફરી એકવાર સાથે સિલ્વર સ્ક્રિન પર દેખાવાના છે. આ બંને ‘પિંક’ પછી ડિરેક્ટર સુજોય ઘોષની ‘બદલા’માં જોવા મળશે. અમિતાભ અને તાપસીની ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મનું એક શેડ્યુલ હાલમાં જ સ્કોટલેન્ડના ગ્લોસગોમાં શૂટ કરવામાં આવ્યું છે. આ શેડ્યુલ આટોપીને અમિતાભ બલ્ગેરિયામાં શૂટ થઈ રહેલી બ્રહ્માસ્ત્રના શેડ્યુલમાં હાજરી આપવા પહોંચી ગયા છે. 

આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. ફિલ્મના પ્લોટ વિશે ખાસ જાણકારી નથી મળી પણ એને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને સુનીલ ખેત્રપાલ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ પહેલાં અમિતાભ અને તાપસી ફિલ્મમેકર સુજિત સરકારની ‘પિંક’માં જોવા મળ્યા હતા. 2016માં આ ફિલ્મે ધમાલ મચાવી દીધી હતી. હવે આ જોડીને ચમકાવતી 'બદલા' 8 માર્ચ, 2019ના દિવસે રિલીઝ થશે. 

— Red Chillies Entertainment (@RedChilliesEnt) July 24, 2018

તાપસી હાલમાં બોલિવૂડની વ્યસ્ત સ્ટાર છે. હાલમાં તેની ફિલ્મ ‘સૂરમા’ રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આ સિવાય તાપસીની આગામી ફિલ્મ ‘મુલ્ક’ પણ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની વાર્તા દેશદ્રોહના મામલામાં  ઘેરાયેલા મુસ્લિમ પરિવાર અને એની તકલીફો પર આધારિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news