એડલ્ટ ફિલ્મોને લઈને રાધિકા આપ્ટેએ આપ્યું બોલ્ડ નિવેદન

પેડમેનની એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) એ ખુલાસો કર્યો કે, શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુરમાં નાનકડો, પરંતુ બોલ્ડ પાત્ર ભજવ્યા બાદ તેઓને એડલ્ટ કોમેડી (Adult movies) ની ઓફર્સ આવવા લાગી હતી. બદલાપુરના તેમના એક ન્યૂડ સીનને લઈને લોકોએ તેમના માટે એક વિચાર બનાવ્યો હતો. અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડ લાઈફ (Bollywood Life) ના રિપોર્ટ અનુસાર, રાધિકાને જ્યારે આવી ફિલ્મોની ઓફર આવી તો તેઓએ ફિલ્મો નકારી કાઢી હતી. રાધિકાનું કહેવું હતું કે, તેઓ એવા પ્રોજેક્ટ્સ નથી કરતા, જેમાં તે ફિલ્મ અને ફિલ્મમેકરના હેતુથી સહમત ન હોય. રાધિકા આપ્ટે એ એક્ટ્રેસમાં આવે છે, જે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે.
એડલ્ટ ફિલ્મોને લઈને રાધિકા આપ્ટેએ આપ્યું બોલ્ડ નિવેદન

અમદાવાદ :પેડમેનની એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) એ ખુલાસો કર્યો કે, શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુરમાં નાનકડો, પરંતુ બોલ્ડ પાત્ર ભજવ્યા બાદ તેઓને એડલ્ટ કોમેડી (Adult movies) ની ઓફર્સ આવવા લાગી હતી. બદલાપુરના તેમના એક ન્યૂડ સીનને લઈને લોકોએ તેમના માટે એક વિચાર બનાવ્યો હતો. અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડ લાઈફ (Bollywood Life) ના રિપોર્ટ અનુસાર, રાધિકાને જ્યારે આવી ફિલ્મોની ઓફર આવી તો તેઓએ ફિલ્મો નકારી કાઢી હતી. રાધિકાનું કહેવું હતું કે, તેઓ એવા પ્રોજેક્ટ્સ નથી કરતા, જેમાં તે ફિલ્મ અને ફિલ્મમેકરના હેતુથી સહમત ન હોય. રાધિકા આપ્ટે એ એક્ટ્રેસમાં આવે છે, જે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

24 વર્ષ મોટી તબ્બુના પ્રેમમાં પડ્યો ઈશાન ખટ્ટર, ચર્ચાના ચગડોળે ચઢ્યું આ પ્રેમ પ્રકરણ..

રાધિકાએ જણાવ્યું કે, મેં બદલાપુર ફિલ્મમાં બોલ્ડ દ્રશ્ય ભજવ્યું હતું અને એક શોર્ટ ફિલ્મ અહિલ્યા કરી હતી, ત્યારે મને એક ખાસ પ્રકારની છબીના રોલ કરનારી એક્ટ્રેસ સમજવા લાગ્યા હતા. ત્યારે મેં અનેક ઓફરને નકારી દીધી હતી. મને ખબર ન હતું કે તે મારા માટે સારું છે કે ખરાબ. 

A post shared by Radhika (@radhikaofficial) on

રાધિકાએ જણાવ્યું કે, બોલિવુડની ખોટી સંસ્કૃતિની તેમના પર ઘણી અસર પડી છે. મને નથી લાગતુ કે, અનેક અવસરો પર સમાનતાની વાત કરે છે. હું અનેક લોકો સાથે સહમત નથી થતી. અનેકવાર પોતાને લઈને ચિંતિંત રહુ છું કે, શું મારું એક કડવુ અને સનકી વ્યક્તિત્વ છે. જેને કારણે મને ઘણુ બધુ મળી નથી રહ્યું.

મૃતકના પરિવારનો આક્ષેપ, ‘ગાડી ડ્રાઈવર નહિ, પણ ધારાસભ્ય શૈલેષ પરમારનો પુત્ર ચલાવતો હતો’

રાધિકા આગળ કહે છે કે, લોકો પ્રોગ્રેસિવના નામ પર કંઈ પણ લખે છે. ઉદાહરણ તરીકે, પુરુષોને નફરત કરવુ પ્રગતિશીલ નથી. સ્ટોરી એક માધ્યમ છે, પરંતુ તેને લેખક, નિર્દેશક પોતાની રીતે બતાવવા માંગે છે. તમને બતાવવાની રીત અને હેતુ મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. જો હું તેને બતાવવાની રીત અને હેતુથી સહમત ન હોઉં, તો હું તે ફિલ્મ નથી કરતી. 
ઉલ્લેખનીય છે કે, રાધિકા આપ્ટેએ પાચ્રડ, માંઝી ઝ માઉન્ટેન, શોર ઈન ધ સિટી, લસ્ટ સ્ટોરીઝ, સેક્રેડ ગેમ્સ અને લાઈફ હો તો ઐસી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news