સલમાન ખાનથી કંગના રનૌત સુધી, PM મોદીના 'જન આંદોલન'ને સિતારાઓનું સમર્થન

Bollywood stars supports PM Narendra Modi’s campaign Unite to Fight Corona: દેશમાં કોરોના વિરુદ્ધ જંગ જારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે એક જન આંદોલનનું આહ્વાન કર્યુ છે. પીએમ મોદીના #Unite2FightCorona ને બોલીવુડ સિતારાઓનું સમર્થન મળ્યું છે. 
 

  સલમાન ખાનથી કંગના રનૌત સુધી, PM મોદીના 'જન આંદોલન'ને સિતારાઓનું સમર્થન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસ 68 લાખથી પાર થઈ ચુક્યા છે. તેની સાથે જનજીવન પાટા પર પરત ફરી રહ્યું છે, પરંતુ ખતરો વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે જંગ માટે 'યૂનાઇટેડ ટૂ ફાઇટ કોરોના' કેમ્પેન શરૂ કર્યું છે. પીએમ મોદીએ આ  #Unite2FightCorona કેમ્પેનને બોલીવુડ સિતારાઓનો સાથ મળ્યો છે. સલમાન ખાનથી લઈને કંગના રનૌત સુધી આ જન આંદોલન દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગનો મેસેજ આપી રહ્યાં છે. 

સલમાન ખાને ટ્વિટર પર લખ્યુ- 'આ મુશ્કેલ સમયમાં માત્ર ત્રણ વસ્તુ કરોઃ છ ફૂટનું અંતર જાળવો, માસ્ક પહેરો અને પોતાના હાથને સેનેટાઇઝ કરો અને ધોવો.' આવો કોરોના વિરુદ્ધ પ્રધાનમંત્રી મોદીના જન આંદોલનને લાગૂ કરો. જય હિંદ.

— Salman Khan (@BeingSalmanKhan) October 8, 2020

કંગના રનૌતે પણ આ જન આંદોલન સાથે તાલ મિલાવતા ટ્વીટ કર્યુ- દુનિયાભરમાં કોરોના સંકટને કારણે ઘણા ઝટકા લાગ્યા છે, પરંતુ તેમાં એક સંભાવના પણ છે. તે આપણે પહેલા કરતા વધુ એકત્રિત કરી શકે છે. આવો શપથ લો #Unite2FightCorona.'

— Kangana Ranaut (@KanganaTeam) October 8, 2020

રકુલપ્રીત સિંહે પણ પીએમ મોદીના ટ્વીટને શેર કરતા લખ્યું- સુરક્ષિત રહેવા માટે ત્રણ હથિયાર છે- એક માસ્ક પહેરો, બીજુ પોતાના હાથ ધુવો,ત્રીજુ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરો. આવો કોવિડ વિરુદ્ધ લડાઈ માટે પીએમના આહ્વાનમાં સામેલ થાવ. પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખો. #Unite2FightCorona!'

— Rakul Singh (@Rakulpreet) October 8, 2020

આ સિવાય શ્રદ્ધા કપૂર, ટાઇગર શ્રોફ, વરૂણ ધવન, પરિણીતિ ચોપડા અને આર. માધવન જેવા સિતારોએ પણ આ જન આંદોલન સાથે જોડવા માટે લોકોને અપીલ કરી છે. 

— Shraddha (@ShraddhaKapoor) October 8, 2020

Together we can and we will succeed 💪 Please wear a mask and maintain social distancing 🙏@narendramodi@PMOIndia @MIB_India https://t.co/UTQPZSbdQ1

— Tiger Shroff (@iTIGERSHROFF) October 8, 2020

— Kriti Sanon (@kritisanon) October 8, 2020

— VarunDhawan (@Varun_dvn) October 8, 2020

— Parineeti Chopra (@ParineetiChopra) October 8, 2020

— Ranganathan Madhavan (@ActorMadhavan) October 8, 2020

— Shankar Mahadevan (@Shankar_Live) October 8, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news