ગાંધીનગર : ગેરકાયદેસર ખનનના વિરોધમાં 4 શખ્સોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

ગાંધીનગરના શહેરાના ચાર લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. ગાંધીનગર ખાતે ભુસ્તર વિજ્ઞાનની કચેરી સામે આત્મવિલોપન (self immolation) ની ચીમકી આપી હતી. તેઓએ શહેરાના વલલ્ભપુરા ગામે સરકારી જમીન પર ખોદકામ વગેરે થતુ હોવાની રજુઆત કરી હતી. અનેક વાર રજુઆતો કરી છતા કોઈ નિરાકરણ આવ્યો ન હતો. તેથી આત્મ વિલોપની ચીમકીને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 

ગાંધીનગર : ગેરકાયદેસર ખનનના વિરોધમાં 4 શખ્સોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરના શહેરાના ચાર લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. ગાંધીનગર ખાતે ભુસ્તર વિજ્ઞાનની કચેરી સામે આત્મવિલોપન (self immolation) ની ચીમકી આપી હતી. તેઓએ શહેરાના વલલ્ભપુરા ગામે સરકારી જમીન પર ખોદકામ વગેરે થતુ હોવાની રજુઆત કરી હતી. અનેક વાર રજુઆતો કરી છતા કોઈ નિરાકરણ આવ્યો ન હતો. તેથી આત્મ વિલોપની ચીમકીને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 

સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ

ગાંધીનગર ઉદ્યોગ ભવન પાસેથી આત્મવિલોપન કરતા 4 ની પોલીસે અટકાયત કરી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં ચાલતા ખનનના વિરોધમાં આત્મવિલોપન કરવા જતાં ચારની અટકાયત કરવામાં આવી છે. વલ્લભપુરના સ્થાનિકોનો દાવો છે કે, 2013 થી ખનન વિરોધ છતાં કોઈ સાંભળતું નથી. અટકાયત કરવામાં આવેલા ચારેય લોકો જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરવા જતાં જ પોલીસે તેઓને અટકાવ્યા હતા, અને તેઓની અટકાયત કરવામાં આવી છે. 

અમદાવાદ : 9 માઈક્રો કન્ટેઈમેન્ટ દૂર કરાયા, પણ નવા 15 વિસ્તારો ઉમેરાયા

જશવંત સોલંકી, પ્રવીણ સોલંકી, રત્ના માછી, કોદરસિંહ ઠાકોર નામના શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ઉદ્યોગ ભવનમાં ખાણ ખનીજ ઓફિસ બહાર આત્મવિલોપન કરતા પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી છે તેવું ગાંધીનગરના ડીવાયએસપી એમ.કે. રાણાએ જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news