શું બગડી રહી છે સંજય દત્તની તબિયત? સામે આવી તસવીર


સોશિયલ મીડિયા પર સંજય દત્તની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા ખુબ નબળા દેખાઈ રહ્યાં છે. 

શું બગડી રહી છે સંજય દત્તની તબિયત? સામે આવી તસવીર

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર સંજય દત્ત (Sanjay Dutt)ની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા ખુબ નબળા જોવા મળી રહ્યાં છે. નવી વાયરલ પોસ્ટ જોયા બાદ ફેન્સ તેઓ જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. જલદી સાજા થવાની કામના કરતા એક યૂઝરે લખ્યુ- બાબા ખુબ નબળા જોવા મળી રહ્યાં છે. તેઓ જલદી સાજા થાય તે પ્રાર્થના કરુ છું. 

સંજય દત્તની ચોંકાવનારી તસવીર
એક અન્ય યૂઝરે લખ્યું- આશા કરુ છું કે, તેઓ જલદી સારા થશે. સંજય દત્ત ફોટોમાં ખુબ નબળા જોવા મળી રહ્યાં છે. આ ફટો હોસ્પિટલના સ્ટાફમાં કોઈએ તેમની સાથે ક્લિક કર્યો છે. સામે આવેલ તસવીરમાં સંજય દત્તનું વજન ખુબ ઘટી ગયું છે. આ ફોટોમાં તેમનો લુક પણ અલગ લાગી રહ્યો છે. ફેન્સ તેમની રિકવરી માટે દુવા માગી રહ્યાં છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં સંજય દત્તે લાઇટ બ્લૂ કલરનું ટી-શર્ટ અને ડાર્ક બ્લૂ કરલનું જીન્સ પહેર્યું છે. સાથે હાથમાં માસ્ક પકડ્યુ છે. 

— IkraaaShahRukh💕 (@Ikra4SRK) October 3, 2020

કેન્સરની સારવાર કરાવી રહ્યાં છે અભિનેતા
તમને જણાવી દઈએ કે સંજય દત્તનું સ્વાસ્થ્ય સારૂ નથી. તેમણે 11 ઓગસ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, તેઓ સારવાર માટે થોડો સમય રજા લઈ રહ્યાં છે. પરંતુ અભિનેતા અને તેમના પરિવાર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી કે તેમને શું સમસ્યા છે. તો તેમના સ્વાસ્થ્યને લઈને કોમલ નાહટાએ કહ્યું હતું કે, અભિનેતા લંગ કેન્સરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news