મોતને વ્હાલું કર્યું તેની ગણતરીની મિનિટો પહેલા સુશાંતે ગૂગલ પર એક ખાસ શબ્દ કર્યો હતો સર્ચ? 

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતનું રહસ્ય દિન પ્રતિદિન ગૂંચવાતું જાય છે. આ મામલે મુંબઈ પોલીસ તરફથી રોજે રોજ કોઈને કોઈ અપડેટ આવી રહ્યાં છે. રિપોર્ટ્સનું માનીએ તો મોત વ્હાલું કર્યું તેની ગણતરીની મિનિટો પહેલા સુશાંત સિંહ રાજપૂતે પોતાનું જ નામ ગૂગલ પર સર્ચ કર્યું હતું. 

મોતને વ્હાલું કર્યું તેની ગણતરીની મિનિટો પહેલા સુશાંતે ગૂગલ પર એક ખાસ શબ્દ કર્યો હતો સર્ચ? 

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતનું રહસ્ય દિન પ્રતિદિન ગૂંચવાતું જાય છે. આ મામલે મુંબઈ પોલીસ તરફથી રોજે રોજ કોઈને કોઈ અપડેટ આવી રહ્યાં છે. રિપોર્ટ્સનું માનીએ તો મોત વ્હાલું કર્યું તેની ગણતરીની મિનિટો પહેલા સુશાંત સિંહ રાજપૂતે પોતાનું જ નામ ગૂગલ પર સર્ચ કર્યું હતું. ઝી ન્યૂઝના તાજા રિપોર્ટ મુજબ ફોરેન્સિક રિપોર્ટમાં એ વાતનો દાવો કરાયો છે કે સુશાંતે પોતાના ફોનમાં સવારે 10.15 વાગે ગૂગલ પર પોતાનું જ નામ 'સુશાંત સિંહ રાજપૂત' સર્ચ કર્યું હતું. ત્યારબાદ સુશાંતે પોતાના અંગે લખાયેલા કેટલાક ન્યૂઝ રિપોર્ટ્સ પણ વાંચ્યા હતાં. 

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ  રાજપૂત કેટલાક મહિનાથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો. તેની સારવાર પણ ચાલુ હતી. હાલમાં જ સુશાંતનો વિસરા રિપોર્ટ પણ આવ્યો છે જે મુજબ અભિનેતાના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઝેરી તત્વ કે કેમિકલ મળ્યું નથી. આ બાજુ ફોરેન્સિક રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે સ્યૂસાઈડ કરતા પહેલા સુશાંતે પોતાના અંગે લખાયેલા કેટલાક આર્ટિકલ્સને ધ્યાનથી વાંચ્યા હતાં. 

તપાસમાં એ વાત પણ સામે આવી છે કે સુશાંત પોતાની ટીમ સાથે હંમેશા મેગેઝીન અને અખબારોમાં પોતાના વિશે આવતા આર્ટિકલ્સ પર વાત કરતો હતો. તેને હંમેશા એવું મહેસૂસ થતું હતું કે કોઈ તેની ઈમેજ ખરાબ કરી રહ્યું છે અને આ  કારણે તે ખુબ પરેશાન પણ રહેતો હતો. આ બાજુ મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 28 લોકોના નિવેદનો નોંધ્યા છે.

જુઓ LIVE TV

સોશિયલ મીડિયા પર અનેક એવી વાતોનો ઉલ્લેખ થઈ રહ્યો છે જેનાથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા થઈ છે. છેલ્લા 2 અઠવાડિયાથી સુશાંતના ફેન્સ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મામલે સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news