ડર કઈ બલાનું નામ છે તે યાદ કરાવશે વિક્કી કૌશલની Bhootનું ટ્રેલર, 2.52 મિનીટ સાનબાન ભૂલી જશો

બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભૂત પાર્ટ વન - ધ હોન્ટેડ શિપ’ (Bhoot Part One: The Haunted Ship) નું ટ્રેલર આજે રિલીઝ કરાયું છે. રિલીઝ થતા જ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર છવાઈ ગયુ છે. 2.52 મિનીટના આ ટ્રેલરને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. તેથી જો તમે આ ટ્રેલર તમારા મોબાઈલમાં જોવાનું વિચારી રહ્યા છે, તો જરા સંભાળીને જોજો. કેમ કે, ડર કયા પંખીનું નામ છે તે તમને યાદ દેવડાવી દેશે.
ડર કઈ બલાનું નામ છે તે યાદ કરાવશે વિક્કી કૌશલની Bhootનું ટ્રેલર, 2.52 મિનીટ સાનબાન ભૂલી જશો

નવી દિલ્હી :બોલિવુડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભૂત પાર્ટ વન - ધ હોન્ટેડ શિપ’ (Bhoot Part One: The Haunted Ship) નું ટ્રેલર આજે રિલીઝ કરાયું છે. રિલીઝ થતા જ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર છવાઈ ગયુ છે. 2.52 મિનીટના આ ટ્રેલરને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. તેથી જો તમે આ ટ્રેલર તમારા મોબાઈલમાં જોવાનું વિચારી રહ્યા છે, તો જરા સંભાળીને જોજો. કેમ કે, ડર કયા પંખીનું નામ છે તે તમને યાદ દેવડાવી દેશે.

ગીરના ઈતિહાસમાં પહેલીવાર બની અદભૂત ઘટના, કાચબી ઈંડા મૂકે તે પહેલા જ સિંહે કર્યો શિકાર 

SEA BIRD જે એક ડેડ શિપ છે, તે ખરાબ હવામાનને કારણે મુંબઈના જુહૂ બીચ પર આવી જાય. રસપ્રદ વાત તો એ છે કે, આ શિપ પર એક પણ વ્યક્તિ હોતી નથી. તેના બાદ પૃથ્વી જે SEA BIRD પર સર્વેઈંગ ઓફિસર હોય છે, તે શિપની અંદર જાય છે. પૃથ્વીના શિપની અંદર જ જતા ડરનો ખેલ શરૂ થઈ જાય છે. આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ એવુ કહી શકાય કે, વર્ષો બાદ બોલિવુડમાં સારી હોરર ફિલ્મ જોવા મળવાની છે. જેની સ્ટોરી તો સારી લાગી રહી છે, સાથે જ આ ફિલ્મ બહુ જ ડરાવની પણ લાગી રહી છે. જુઓ કેવુ છે આ ફિલ્મનું ટ્રેલર....

ધર્મા પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિક્કી કૌશલની સાથે એક્ટ્રેસ ભૂમિ પેંડનેકર પણ નજર આવશે. ફિલ્મનું નિર્દેશન ડાયરેક્ટર ભાનુ પ્રતાપે કર્યું છે. આ ફિલ્મ આગામી મહિને 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. તો વિક્કી કૌશલ પહેલીવાર હોરર ફિલ્મમાં કામ કરી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news