સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં

સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.

સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં

સુરત: સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. આ કોચિંગ સેન્ટરના સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડિંગ બનાવનારા બિલ્ડર હર્ષલ વેકારિયા અને જિગ્નેશ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત કરવામાં આવી છે.

સુરતના ટ્યુશન ક્લાસીસમાં આગમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે. જેમાં 20 વિદ્યાર્થીઓ હોમાયા છે. જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓનું સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખો દેશ સ્તબ્ધ છે. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે મૃતક બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો, સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે જવાબદારો સામે રોષ જોવા મળતો હતો.

અંતિમ સંસ્કાર થયેલ મૃતકોની યાદી
1 હસ્તી હિતેશભાઈ સુરાણી
2 માનસી પ્રવીણભાઈ વરસાણી
3 ક્રિષ્ણાબેન સુરેશભાઈ વેકડીયા
4 જાનવી ચતુરભાઈ વસોવા
5 કૃતિ નિલેશભાઈ દયાળા
6 નિષર્ગ પરેશ કડોડિયા
7 રુચિ રમેશભાઈ બલર
8 યશ્વિ દિનેશભાઈ કેવડિયા
9 રુતુબેન સંજયભાઈ સાકરીયા
10 જાનવી મહેશભાઈ વેકારીયા
11 વંશવી જયેશભાઇ કાનાણી
12 ઇશાબેન કાંતિભાઈ કાકડીયા
13 એશાબેન રમેશભાઈ ખડેલા
14 ગ્રિષ્મા જયસુખભાઇ ગજરા

ઇજાગ્રસ્તોની યાદી
આઝાદ વલ્લભભાઇ ગોળકીયા (ઉં 17)
રૂષિત વેકરીયા (ઉં 14)
ઊર્મી હસમુભાઇ વેકરીયા (ઉં 15)
ત્રીશા જયેશકુમાર પટેલ (ઉં 12)
ભગવતી પરસોતમ આસોદરીયા (ઉં 17)
હેપ્પી (ઉં 17)
ધ્રુવી રીબડીયા (ઉં 19)
સુનીલ ભુપતભાઇ ખોડીકાર (ઉં 20)
વિક્રમસિંહ ઉમરાવસિંહ (ઉં 50)
સાગર કાનજીભાઇ સોલંકી (ઉં 19)
દિપક સુરેશભાઇ શાહ (ઉં 30)
વૃતિ બલર (ઉં 18)
મયંક રંગાણી (ઉં 16)
દર્શન ઢોલા (ઉં 17)
હર્ષદ પરમાણ (ઉં 22)
જતીન નાકરાણી (ઉં 23)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news