AHMEDABAD: અમરાઇવાડીમાંથી બિનવારસી બાળક મળી આવતા પોલીસ દોડતી થઇ
Trending Photos
અમદાવાદ : ગાંધીનગરમાંથી સ્મિત મળી આવ્યાના કિસ્સાની સ્યાહી હજી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર એક બાળક મળવાની ઘટના બનતા ચકચાર મચી છે. અમદાવાદનાં અમરાઇવાડીમાં કોઇ વ્યક્તિ નવજાત બાળકને મુકીને ફરાર થઇ જતા સ્થાનિક પોલીસ દોડતી થઇ છે. આ ઉપરાંત ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ તો આસપાસનાં સીસીટીવીના આધારે બાળકને છોડીને ફરાર થઇ જનાર વ્યક્તિની ઓળખ કરવા માટે પોલીસ સક્રિય થઇ છે.
અમદાવાદમાં વધુ એક વખત માનવતાને શરમજનક સ્થિતિમાં મુકતી ઘટના સામે આવી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મીનગરમાં 2 દિવસનું તાજુ જન્મેલ બાળક કોઈ મૂકીને ફરાર થઇ ગયું છે. મહાલક્ષ્મી નગરના રહીશોને બાળકના રડવાનો અવાજ આવતા તેમણે શોધખોળ કરતા નવજાત બાળક મળી આવ્યું હતું. આ અંગે સ્થાનિકોએ તત્કાલ પોલીસને જાણ કરી હતી. બાળક મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
અમરાઈવાડી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે પ્રાથમિક રીતે તો આસપાસમાં પુછપરછ કરી હતી. જો કે બાળક કોઇનું નહી હોવાની ખબર પડતા બાળક કોનું છે કોણ મૂકી ગયું એ સહીતની તપાસ આદરી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી હતી. નવજાત બાળકને યોગ્ય સારવાર મળી રહે તે માટે તેને તત્કાલ ૧૦૮ ની મદદથી સિવિલ હોસ્પિટલ લઇ જવાયું હતું. જ્યાં તેની સંપુર્ણ હેલ્થ અંગેની તપાસ કરવામાં આવશે. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોનાં પણ ટોળેટોળા એકત્ર થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે