ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે અને ક્યાં?

કોરોનાકાળમાં ખેડૂતોને તો જાણે પડતા પર પાટું પડવા જેવું જોવા મળી રહ્યું છે. ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યાં છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થશે. જેના કારણે 28 અને 29 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે  તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 
ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યારે અને ક્યાં?

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોનાકાળમાં ખેડૂતોને તો જાણે પડતા પર પાટું પડવા જેવું જોવા મળી રહ્યું છે. ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યાં છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થશે. જેના કારણે 28 અને 29 એપ્રિલના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે  તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 

મળતી માહિતી મુજબ આ સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની સંભાવના છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે હાલ તો ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના વાયરસના પ્રકોપને ઝેલી રહ્યો છે. જેને લઈને ખેડૂતોને ખુબ પરેશાનીઓ ભોગવવાનો વારો આવ્યો છે. હવે તેમાં પણ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news