ભાજપ મહિલા મોરચા અધિવેશન કાર્યાલયનું થશે ઉદ્ઘાટન, શાહ અને મોદી રહેશે હાજર

ભાજપ લોકસભા ચૂંટણી પહેલા મહિલા મોરચાને કામે લગાવવા માટે અમદાવાદનાં ત્રીમંદીર ખાતે યોજાનાર મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.

ભાજપ મહિલા મોરચા અધિવેશન કાર્યાલયનું થશે ઉદ્ઘાટન, શાહ અને મોદી રહેશે હાજર

કિજલ મિશ્રા/અમદાવાદ: ભાજપ લોકસભા ચૂંટણી પહેલા મહિલા મોરચાને કામે લગાવવા માટે અમદાવાદનાં ત્રીમંદીર ખાતે યોજાનાર મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે. જેના અધિવેશન કાર્યાલયનું આવતી કાલે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રયાદવ કમલમ ખાતે પ્રારંભ કરાવશે. જ્યાંથી અધિેવેશન સંદર્ભે કામગીરી પર સીઘી દેખરેખ પ્રદેશ સ્તરેથી રાખવામાં આવશે. 21 થી 23 ડિસેમ્બર એમ ત્રણ દિવસ યોજનારા મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધિવેશનનાં ઉદ્ઘાટન સમારોહમા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પૂર્ણાહુતિ કાર્યક્રમમા પીએમ મોદી હાજર રહેશે.

બીજી તરફ ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત આવી રહેલ મહિલા કાર્યકર્તાઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પણ લઇ જવામાં આવશે. મહિલા મોરચાનાં અધિવેશનનાં છેલા 23 ડીસેમ્બરના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બતવવવા લઇ જવામાં આવશે. ત્રણ દિવસનાં અધિવેશનમાં દેશભરમાથી આવેલ 7 હજાર જેટલી મહિલા કાર્યકર્તાઓ અને હોદેદારોને આ કાર્યક્રમમા ભાગ લે તેવી શક્યતા જોવાઇ રહી છે.

મહિલા હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપરાંત શુષમા સ્વરાજ, ઉમા ભારતી, સ્મુતિ ઇરાની, મેનકા ગાંધી, નિર્મલા સીતારામ સહીતનાં મહિલા નેતાઓ પણ હાજર રહેશે. આ અંગે ઝી 24 કલાક સાથે વાત કરતા મહિલા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ વિજયા રાહટકરે જણાવ્યુ હતુ કે, અધિવેશમા કેન્દ્ર સરકારની મહિલા લક્ષી યોજના અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે-સાથે સરકાર દ્વારા ખેડુતો, યુવાઓ, ગરીબો  સહિત સમાજના વિવિધ વર્ગો માટે કેટલા મહત્વના નિર્ણય લેવામા આવ્યા છે. એ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news