માંગરોળ : વગર વાંકે કોસ્ટગાર્ડસે માછીમારોને પાઈપથી ફટકાર્યા, માછીમારોમાં રોષ ફાટ્યો
Trending Photos
જુનાગઢ :માંગરોળના સમુદ્રમાં કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માછીમારો સમુદ્રમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે કોસ્ટગાર્ડના જવાનોએ કારણ વિના તેઓને માર માર્યો હતો. કોસ્ટગાર્ડના જવાનોએ લાઈનમાં ઉભા રાખીને માછીમારોને ફટકાર્યા હતા. જેમાંથી 8 માછીમારોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ત્યારે આ ઘટનાને પગલે માંગરોળના માછીમાર એસોસિયેશનમાં રોષ ફાટી નીકળ્યો છે.
ગઈકાલે સવારે 9.30થી 12 વાગ્યાની આસપાસ કેટલાક માછીમારો નવી બંદર પર માછીમારી કરી રહ્યા હતા. માંગરોળના દરિયામાં 30થી 40 ફિશીંગ બોટ માછીમારી કરી રહી હતી, ત્યારે વાયરસેલ મેસેજ દ્વારા ખલાસીઓને સતત મેસેજ આવતા હતા. જેના બાદ ડોક્યુમેન્ટ્સ કે પુરાવા માંગ્યા વગર કોસ્ટગાર્ડના અધિકારીઓએ માછીમારોને પાઈપ વડે માર માર્યો હતો. આ ઘટનાને પગલે માછીમારોમાં ભય ફેલાઈ ગયો હતો. જેને કારણે ફિશીંગ કરવા ગયેલી 100થી વધુ બોટ બંદર પર પરત ફરી હતી.
કોસ્ટગાર્ડની માર મારવાની ઘટનામાં આઠ જેટલા માછીમારો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે માંગરોળની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા હતા. કોસ્ટગાર્ડ દ્વારા 35 કરતાં વધારે માછીમારોને ધોકા અને પાઇપ વડે મુંઢ માર મરાયો હતો. આ બાદ કોસ્ટ ગાર્ડ સામે માછીમારોનો રોષ જોવા મળ્યો હતો. સરકારી હોસ્પિટલ ખાતે માછીમારોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તો માંગરોળ માછીમાર એસોસિયેશનના પ્રમુખ રણછોડભાઈ ગોસિયાએ જણાવ્યું કે, આ મામલે માછીમારો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે